ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગર APMCની અનોખી પહેલ, કુપોષિત બાળકોને લીધા દત્તક - કુપોષણ મુક્ત

મહેસાણા: જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રએ કમર કસી છે. જિલ્લામાં ખુબ ઓછા વજનવાળા બાળકોનું મોનીટરીંગ અને કુપોષણ નિવારણ માટે ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે. જિલ્લામાં 1196 જેટલા અતિકુપોષિત બાળકો માટે ખાસ તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે સમાજ સંગઠનો દ્વારા પણ પહેલ કરવામાં આવી હતી.

વિસનગર APMCની અનોખી પહેલ, કુપોષિત બાળકોને લીધા દત્તક

By

Published : Nov 13, 2019, 10:08 PM IST

વિસનગર એ.પી.એમ.સી દ્વારા તાલુકાના 247 અતિકુપોષિત બાળકોને દત્તક લઇ નવી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત એ.પી.એમ.સી દ્વારા કુપોષિત બાળકોને સીંગ, ગોળ, ચણા, ખજુર સહિત પ્રોટીન વિથ વિટામીન્સ મિનરલ્સ એન્ડ ડીએચએ પાઉડર અને દુધ આપવામાં આવ્યું છે. જે માટે એ.પી.એમ.સી વિસનગર માસિક 99335 રૂપિયાનો ખર્ચ ઉઠાવશે.

વિસનગર APMCની અનોખી પહેલ, કુપોષિત બાળકોને લીધા દત્તક

બાળકોને સુપોષિત કરવા જિલ્લા કક્ષાએ વહીવટીતંત્ર દ્વારા ટાસ્કફોર્સ, એકશન પ્લાન અને ફોલોઅપ કરી કમર કસવામાં આવી રહી છે. તો જિલ્લાને સંપૂર્ણ કુપોષણ મુક્ત બનાવવા માટે સમાજ સંગઠનો અને સેવાભાવી સંસ્થાઓને પણ આગળ આવવાની જરૂર છે.

રાજ્ય સરકારે આંગણવાડી બાળકો સાથે સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના પોષણ માટે પણ આર્યન ટેબ્લેટ, રેડી-ટુ-ઇટ પોષક આહાર, દૂધ સંજીવની તહેત પોષણયુક્ત દૂધ વગેરે પૂરાં પાડીને સ્વસ્થ-તંદુરસ્ત અને સુપોષિત રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details