મહેસાણા જિલ્લાના શૈક્ષણિક નગરી ગણાતા વિસનગરના કાંસા ગામની શાળામાં ગણિત-વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું છે અને સાથે નવીન પ્રયોગશાળાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. શાળામાં પ્રયોગ શાળાના ઉદ્ઘાટન પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ પર્યાવરણના જતન માટે કાર્બન કેપ્ચર પ્લાન્ટ, માનવ શરીર રચનામાં હાર્ડ વર્કિંગ, પહાડી વિસ્તારમાં અસમત ટાળવા સિક્યોર એવરેસ્ટ ડ્રાઇવિંગ, રહેણાંક મકાનમાં બનતી આકસ્મિક કે, જોખમી ઘટના સામે મળતા ડિજિટલ સંકેત માટે સ્માર્ટ હોમ સિસ્ટમ, વિદ્યુતની બચત માટે સેન્સર ઓપરેટેડ સ્ટ્રીટ લાઈટ સિસ્ટમ, સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે ફાયદારૂપ બાયોગેસ પ્લાન્ટ, પરંપરાગત અને આધુનિક ખેત પદ્ધતિ, ખેત પેદાશોના સંગ્રહ માટે બનાવેલા ગોડાઉનમાં આકસ્મિક વરસતા વરસાદ સામે સુરક્ષા , જીવશ્રુસ્ટી માટે જળીબુટ્ટી સમાન ગણાતી વનસ્પતિઓનું પ્રદર્શન અને હાલની વિકટ પરિસ્થિતિને જોતા જળસંચયની આગવી વ્યવસ્થા સહિતના વિવિધ ગાણિતિક અને વૈજ્ઞાનિક વિચારો સાથે પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.
વિસનગરના કાંસા ગામની શાળામાં ઉજવાયો પ્રથમ વિજ્ઞાન મેળો - gujarati news
મહેસાણાઃ 21મી સદીને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. ત્યારે દેશ અને દુનિયા પણ વિજ્ઞાનના જ્ઞાન પર આગળ વધી રહી છે. જો કે, બદલાતા સમય સાથે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ હવે પાછળ રહ્યા નથી. તેથી જ વિજ્ઞાનના જ્ઞાનમાં વૃદ્ધિ અને વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિને ઉજાગર કરવા વિસનગર તાલુકાના કાંસા ગામે ગણિત-વિજ્ઞાન મેળો યોજાયો હતો.
આ ગામની શાળામાં પ્રથમવખત આયોજિત વિજ્ઞાન મેળામાં લગભગ 33 થી વધુ પ્રોજેક્ટોનું પ્રદર્શન કરાયું છે. જેને જોવા માટે આસપાસના ગામની શાળાના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ એક બીજાના અવનવા પ્રોજેક્ટોનું પ્રદર્શન નિહાળી જ્ઞાનનું રસપાન કર્યું છે. સામાન્ય રીતે જિલ્લા કે, તાલુકા કક્ષાએ ઊજવતા વિજ્ઞાન મેળામાં શાળાના એક-બે વિદ્યાર્થીઓને આ અવસર પ્રાપ્ત થતો હોય છે, પરંતુ શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓ જ્ઞાન વિજ્ઞાનથી અજાણ ન રહી જાય માટે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળામાં જ વિજ્ઞાન મેળાનું આયોજન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.