મહેસાણા:મહેસાણા ચીફ જ્યૂફિશિયલ કોર્ટે મહેસાણા દૂધસાગર ડેરીમાં થયેલ 22.50 કરોડના સાગરદાણ કૌભાંડ મામલે ચૂકાદો આપ્યો છે. કોર્ટે વિપુલ ચૌધરીને 7 વર્ષની સજા ફટકારી છે. આ કેસના 19 આરોપી દોષિત સાબિત થયા છે. જેમાંથી વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
મહેસાણાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ: સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂંક કરાઇ હતી. દૂધસાગર ડેરીના નિયામક મંડળના સભ્યો પણ દોષિત જાહેર કરાયા છે. તો 4 આરોપીઓને લાભ આપી નિર્દોષ જાહેર કરાયા છે. હાલમાં સમગ્ર કેસ મામલે કોર્ટ કાર્યવાહી ચાલુ જ છે.
શું છે મામલો: દૂધસાગર ડેરીએ મહારાષ્ટ્ર સરકારને કોઇપણ મંજૂરી વગર સાગર દાણ આપી ડેરીને લાખોનું નુકસાન પહોંચાડવા સંબંધે 2014માં મહેસાણા શહેર બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિત 22 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. આ બહુચર્ચિત કેસ ઘણા સમયથી હિયરિંગ પર મુલતવી રહેતો હતો. જોકે આજે મહેસાણા ડિસ્ટ્રીક્ટ કોર્ટે વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને સાત વર્ષની સજાનો હુકમ કર્યો છે.
વિપુલ ચૌધરી પર શું છે આરોપ: વિપુલ ચૌધરી ચૂંટણી લડી દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા હતા. જે પછી 17 ઓગસ્ટ 2018ના રોજ વિપુલ ચૌધરીને સમગ્ર સાગર દાણ કૌભાંડના જવાબદાર ઠેરવાયા હતા. જે પછી 30 દિવસમાં વિપુલ ચૌધરીને રકમ પરત કરવા આદેશ કર્યો હતો. વિપુલ ચૌધરીને ડેરીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ હોવા છતાં વિપુલ ચૌધરી ડેરીની ચૂંટણી લ઼ડ્યા હતા. જો કે ચેરમેન બન્યા બાદ તેમને હાઇકોર્ટના આદેશથી બરતરફ કરાયા હતા. વિપુલ ચૌધરી ભાજપાની સરકારમાં ગૃહમંત્રી હતા. વિપુલ ચૌધરી ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા.
કોને થઈ સજા:
- વિપુલ માનસિંહભાઈ ચૌધરી (તત્કાલીન ચેરમેન)
- જલાબેન (પૂર્વ વાઇસ ચેરમેન)
- નિશિથ બક્ષી (પૂર્વ એમ.ડી.)
- પ્રથમેશ રમેશભાઈ પટેલ ( પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર)
- રશ્મિકાંત મોદી (પૂર્વ એકાઉન્ટ હેડ)
- ચંદ્રિકાબેન
- રબારી ઝેબરબેન
- જોઈતા ચૌધરી
- જયંતી ગિરધરભાઈ પટેલ
- કરશન રબારી
- જેઠાજી ઠાકોર
- વીરેન્દ્રસિંહ ઠાકોર
- ઈશ્વર પટેલ
- ભગવાન ચૌધરી
- દિનેશ દલજીભાઈ ચૌધરી
- વિપુલ ચૌધરીની ડેરીની ચૂંટણી માટે કરાયેલ હંગામી જામીન અરજી કોર્ટે ફગાવી
- મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની CID ક્રાઇમે કરી ધરપકડ