ગુજરાત

gujarat

ETV Bharat / state

વિપુલ ચૌધરીના રીમાન્ડ નામંજુર, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા - Mehsana police

મહેસાણા દૂધસાગર ડેરી પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી (Vipul Chaudhary Scam Case) સામે કૌભાંડનો મામલો સામે આવ્યો છે. મહેસાણા દૂધ સાગર ડેરીના (Dudh Sagar Dairy Mehsana) પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના વધુ 6 દિવસના રીમાન્ડ કોર્ટના નામંજૂર કર્યા છે. જેના કારણે વિપુલ ચૌધરીને થોડી રાહત થઈ છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Sep 23, 2022, 6:01 PM IST

Updated : Sep 23, 2022, 11:03 PM IST

મહેસાણા: મહેસાણા દૂધસાગર ડેરી પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે કૌભાંડનો (Vipul Chaudhary Scam Case) મામલો સામે આવ્યો છે. વિપુલ ચૌધરીને વધુ રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. મહેસાણા કોર્ટ દ્વારા વિપુલ ચૌધરીના રીમાન્ડના મંજૂર કરવામાં આવ્યા હતાં. રીમાન્ડના (Dudh Sagar Dairy Mehsana) મંજૂર કરી વિપુલ ચૌધરીને જીડીસીયલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતાં. ACB અને સ્પેશિયલ સ્ટેટ ટીમ આ કેસની તપાસ કરી રહી છે. મહેસાણા જિલ્લામાં આવેલી દૂધ સાગર ડેરીમાં પૂર્વ ચેરમેન દ્વારા ભૂતકાળમાં કરોડોનું કૌભાંડ કરાયું હોવાના આક્ષેપો થયા હતા.

મુશ્કેલીઓ વધીઃ સમગ્ર તપાસનો દોર આગળ વધારવા મહેસાણા કોર્ટ પાસે સાત દિવસના રીમાન્ડ માંગવામાં આવ્યા હતા. એ પછી વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ વખતે છ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટ દ્વારા સરકારી વકીલ અને આરોપી તરફેના વકીલોની દલીલોને પણ સાંભળી અને રીમાન્ડનું યોગ્ય કારણ ન જણાતા, રિમાન્ડની માંગણીને નામંજૂર કરી છે. તો વિપુલ ચૌધરી પર લાગેલા ગંભીર આરોપોને જોતા કોર્ટે હાલમાં વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડી મહેસાણા ખાતે મોકલવામાં આવ્યા છે.

Last Updated : Sep 23, 2022, 11:03 PM IST

ABOUT THE AUTHOR

...view details