- મહેસાણામાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખની શુભેચ્છા મુલાકાત યોજાઈ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
- ભાજપના લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ પણ લાચાર.!
- મહેસાણામાં ભાજપની મહિલાઓ કોરોનાને ભૂલી સંમેલનમાં જોડાઈ
મહેસાણાઃ જિલ્લો ભાજપનો ગઢ છે. જિલ્લામાં ભાજપની લહેર રાજ્યના કોઈ પણ ઉપરી સંઘઠનના વ્યક્તિઓએ મહેસાણા તો આવવું જ પડે છે, ત્યારે તાજેતરમાં પ્રેદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ બનેલા દીપિકા સરવડાને મહેસાણા બોલાવી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સુરેખા પટેલે તમામ મહિલા કાર્યકરોને મહેસાણા ભાજપ કાર્યાલય કમલમ ખાતે બોલાવી ભીડ ભેગી કરી હતી. જેમાં કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઉડ્યા હતા.
આ પણ વાંચોઃ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
11 મહિલા કાર્યકરો માસ્ક વિના અને 35 જેટલા સામજિક અંતર વિના જ જોવા મળ્યા
મહેસાણા ખાતે યોજાયેલા પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરવડાનો મહેસાણા કમલમ ખાતે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો, ત્યાં મહિલાઓએ મોટી સંખ્યામાંમાં એકઠા થઇ શુભેચ્છા મુલાકાત કરી હતી. જોકે આ શુભેચ્છા મુલાકાતમાં ભાજપના મહિલા કાર્યકરો અને હોદ્દેદારો કોરના ગાઈડ લાઇન ભૂલી સામજિક અંતરના અભાવ અને માસ્ક વિના ફોટામાં જોવા મળ્યા હતા. જેમાં 11 જેટલી મહિલાઓ માસ્ક વિના અને 35 જેટલી મહિલાઓ સામજિક અંતર જાળવ્યા વિના જ નજરે ફોટોનમાં પડી રહી છે.
મહેસાણામાં શુભેચ્છા મુલાકાત કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા આ પણ વાંચોઃસરપંચ સંવાદ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
સરકારની વાત ભાજપના જ લોકો નથી માનતા ત્યાં સામાન્ય જનતા સામે કાર્યવાહી કરતી પોલીસ લાચાર જોવા મળે છે
એક તરફ રાજ્યમાં સરકાર દ્વારા કોરોનાના ભય વચ્ચે સામાન્ય લોકોને માસ્ક અને જમાવડો કરવા બદલ દંડ લેવમાં આવે છે, ત્યાં બીજી તરફ ભાજપના કાર્યકરો કોરોનાની ગાઈડલાઈન પડતી મૂકી પોતાના કાર્યક્રમો યોજી રહ્યા છે પરંતુ તેમને સમજવનારા કોઈ નથી જોકે વાત કરીએ મહેસાણા જિલ્લાની તો સામાન્ય પ્રજા નિયમોનું પાલન કરાવવાના નામે થતી કાર્યવાહીથી ત્રસ્ત બની છે, ત્યાં બીજી તરફ ભાજપના લોકો ચૂંટણીમાં ભેગા થાય કે વિજય સરઘસ કાઢે કે પછી મેળાવડાઓ કરે તો પણ તંત્ર કોઈ કાર્યવાહી કરી શકતું નથી, ત્યારે મહેસાણા કમલમ ખાતે નિયમોનેવે મૂકી કાર્યક્રમ કરનારા લોકો સામે તંત્ર કેવી રીતે કર્યાવહી કરી શકે છે. તે જોવું રહ્યું..!