ગુજરાત

gujarat

ETV Bharat / state

પાકિસતન થી મહેસાણા આવી વસતા હિન્દૂ પરિવારની બે દીકરીઓના લગ્ન ગામ લોકોએ કરાવ્યા

મહેસાણા જિલ્લાના કુક્સ ગામે છેલ્લા દોઢ વર્ષ થી આવી વસેલા પાકિસ્તાની હિન્દૂ પરિવારોમાં બે દીકરીઓના લગ્નનો અવસર લેવામાં આવ્યો હતો જેમાં ગામના સ્થાનિકોએ સમગ્ર લગ્નનું આયોજન કરી તમામ ખર્ચ પણ ઉઠાવ્યો હતો અને એક પરિવારની જેમ ગામ લોકોએ આ બન્ને દીકરીઓના લગ્નમાં જોડાઈને વિદાય સુધી સથવારે રહ્યા હતા ત્યારે એક અનોખો અવસર આ પાકિસ્તાની હિન્દૂ પરિવારીને મળ્યો હતો

પાકિસતન થી મહેસાણા
પાકિસતન થી મહેસાણા

By

Published : Jan 25, 2021, 9:30 AM IST

  • પાકિસતન થી મહેસાણા આવી વસતા હિન્દૂ પરિવારની બે દીકરીઓના લગ્ન ગામ લોકોએ કરાવ્યા
  • બન્ને દીકરીઓની વિદાય સુધી આખુંય ગામ સથવારે રહ્યું
  • લગ્નનું તમામ આયોજન અને ખર્ચ ગામ લકોએ ઉઠાવ્યો
  • પાકિસ્તાનમાં અશક્ય એવા લગ્ન ભારતમાં થયા

મહેસાણા :જિલ્લાના કુક્સ ગામે છેલ્લા દોઢ વર્ષ થી આવી વસેલા પાકિસ્તાની હિન્દૂ પરિવારોમાં બે દીકરીઓના લગ્નનો અવસર લેવામાં આવ્યો હતો. જેમાં ગામના સ્થાનિકોએ સમગ્ર લગ્નનું આયોજન કરી તમામ ખર્ચ પણ ઉઠાવ્યો હતો અને એક પરિવારની જેમ ગામ લોકોએ આ બન્ને દીકરીઓના લગ્નમાં જોડાઈને વિદાય સુધી સથવારે રહ્યા હતા. ત્યારે એક અનોખો અવસર આ પાકિસ્તાની હિન્દૂ પરિવારીને મળ્યો હતો.

રાધનપુર અને ઊંઝા થી આવેલી હતી લગ્નની જાન

ભારતમાં આવી નાગરિકતા મેળવવા માંગતા લોકો સરકારના ભરોષે ભારત માં અવાય હતા. જેમના કેટલાક પાકિસ્તાની હિન્દૂ પરિવાર મહેસાણા જિલ્લાના કુક્સ ગામે આવેલ સેંધાભાઈના બોર ઉપર વસવાટ કરી ખેત મજૂરી કામ કરતા હતા. આ પરિવારોમાં દીકરી જમનાના લગ્ન રાધાનપુરના હમીર સાથે અને નિલમના ઉનજના ઉનાવામાં સૂરજ સાથે નિર્ધારિત કરાયા હતા. જેને લઈ કુક્સ ગામના લોકોએ પાકિસ્તાની હિન્દૂ પરિવારોને પોતાનો પરિવાર માની બન્ને દીકરીઓના લગ્નનો ખર્ચ અને આયોજન પોતાના માથે રાખી ધામધૂમ થી બન્ને દીકરીઓને પરણાવી છે. તો એક રસોડે જાનૈયાઓ અને ગામ લોકો પરિવારની જેમ જમ્યા હતા અને અનેક ભેટ સોગાદ પણ આપવામાં આવી હતી. ત્યારે પાકિસ્તાન થી આવેલા આ પરિવારો પણ આશ્ચર્ય માં મુકાયા હતા કે આવા લગ્ન પાકિસ્તાનમાં શક્ય ન બન્યા હોત


ABOUT THE AUTHOR

...view details