ગુજરાત

gujarat

ETV Bharat / state

મોદીએ ફરી એકવાર શપથ ગ્રહણ કરતા વડનગરવાસીઓએ કરી ભવ્ય ઉજવણી

વડનગર: નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે બીજી વખત ગ્રહણ કર્યા છે ત્યારે દેશભરમાં એની ઉજવણી કરવામાં આવી હતી. તો વડનગર એટલે કે PM મોદીનું વતન. વડનગર ખાતે પણ ત્યાંના લોકોએ શપથ સમારોહની ભવ્ય ઉજવણી કરી હતી. વડનગર વાસીઓએ ગરબા, ભજન કીર્તન અને ડીજેના તાલે ઝૂમીને ઉજવણી કરી હતી.

વડનગર

By

Published : May 31, 2019, 10:36 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ વડનગર ખાતે થયો હતો અને નાનપણ વડનગરમાં જ વિતાવ્યું હતું. તેમજ તેઓએ વડનગરના રેલવે સ્ટેશન ખાતે નોકરી પણ કરી હતી. આજે પણ તેમના કેટલાક પરિવારજનો અને મિત્રો વડનગરમાં વસે છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આજે બીજી પણ ગ્રહણ કર્યા છે ત્યારે વડનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણીને વડનગર વાસીઓએ ઉજવણી કરી હતી. વડનગર ખાતે આવેલા શર્મિષ્ઠા તળાવના તટે વડનગર વાસીઓ એકઠા થયા હતા. ત્યાં મોટી LED સ્ક્રીન પર શપથવિધિ સમારોહ નિહાળ્યો હતો. આ સાથે જ આનંદના ગરબાનો પણ મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

મોદીએ ફરી એકવારશપથ ગ્રહણ કરતા વડનગરવાસીઓએ કરી ભવ્ય ઉજવણી

ત્યારબાદ મહિલાઓએ આરતી કરીને પ્રસાદ વેચીને ઉજવણી કરી હતી. નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા બાદ સ્થાનિકોએ મોદી- મોદીના નારા લગાવ્યા હતા અને સાથે જ ભાજપના ઝંડા ફરકાવીને ઉજવણી કરી હતી.

સમગ્ર વડનગરમાં નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધો સુધી તમામ મોઢેથી એક જ નામ સાંભળવા મળી રહ્યું હતું "મોદી". વડનગર વાસીઓએ મોદીના શપથવિધિ સમારોહ વખતે જ આતશ બાજી કરીને અભિવાદન કર્યું હતું. તો શપથ વિધિ પૂરી થયા બાદ શર્મિષ્ઠા તળાવના તટે નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી ગરબાના તાલે ઝૂમ્યા હતા તો સાથે જ ડીજેની થીમ પર મોદીના ગીતો પર નાચી ઉઠયા હતા.

ABOUT THE AUTHOR

...view details