મહેસાણા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનો આજે 100મો જન્મ (PM Modi Mother Birthday) દિવસ છે, ત્યારે વહેલી સવારે વડાપ્રધાન મોદી પણ માતા ઘરે પહોંચીને માતાના આર્શીવાદ અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત વડાપ્રધાનની માતા હીરાબાના શતાયુની વડનગરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં અનેક સેવા કાર્ય થકી નગરજનો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. હીરાબાના જન્મદિવસ અવસર પર (Happy Birthday Hiraba) વડનગર મેડિકલ કોલેજમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી ઉજવણી કરાઈ રહી છે.
હીરાબાના જન્મદિવસને લઈને વડનગરમાં ઘરે ઘરે દીપ પ્રાગટ્ય આ પણ વાંચો :PM Modi Vadodara Visit: "21મી સદીના ભારતના તેજ વિકાસ માટે મહિલાઓનો વિકાસ ખૂબ જરૂરી"
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો આજે 100મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે વડનગરમાં પણ નગરજનો દ્વારા હર્ષ અને ઉલ્લાસ સાથે વિવિધ સેવા કર્યો કરી હીરાબાના જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. વડનગર નગરજનો દ્વારા સરકારી મેડિકલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી દર્દીઓને બીમારીમાં ઝડપી રાહત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે. વડનગરમાં આજે હવન યજ્ઞ, ફ્રૂટ- ચોકલેટ વિતરણ, હાટકેશ્વર મહાદેવ મંદિરે વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતીનું આયોજન, સંધ્યા કાળે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાયરો સાથે જ નગરના ઘરે ઘરે દીપ પ્રગટાવવા સહિતના વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો કરી હીરાબાને શતાયુ પ્રસંગે શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
આ પણ વાંચો :PM મોદીએ માતાના આશીર્વાદથી ગુજરાત પ્રવાસનો કર્યો પ્રારંભ
વડનગરમાં વિવિધ કાર્યક્રમો - હીરાબાના જન્મદિવસને લઈને વડનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહી છે. પુત્ર પ્રહલાદ મોદી દ્વારા પણ માતાના 100માં જન્મ દિવસે યજ્ઞ કરવામાં આવ્યો હતો. શાળાના બાળકોને શીરો, મગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત સંધ્યા કાળે ભજન કીર્તન સહિતના ધાર્મિક અને મનોરંજનના કાર્યક્રમો યોજાશે. વડનગર હાટકેશ્વર મંદિરે ખ્યાતનામ ગાયિકા અનુરાધા પૌંડવાલ (Program on Hiraba birthday in Vadnagar) સુરાવલી રેલાવી શુભેચ્છા પાઠવશે. મંદિરે 101 દિવાની આરતી અને ડાયરો યોજાશે અને વડનગરવાસીઓ સાંજે ઘરે ઘરે દીવા પ્રગટાવી હીરાબાને જન્મદિવસની શુભેચ્છા પાઠવશે.