મહેસાણાઃ જિલ્લામાં આવેલા વડનગર ખાતે સરકારી GMRES મેડિકલ હોસ્પિટલમાં ખાનગી એજન્સી થકી કામ કરતો નર્સિંગ સ્ટાફ ગત 3 દિવસથી તેમને આપતા વેતનમાં અનીતિ થતી હોવાના આક્ષેપ સાથે હડતાળ પર ઉતર્યો હતો. જેમાં એજન્સીએ દ્વારા 160 પૈકી 16 કર્મીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. આ મુદ્દો મીડિયાના માધ્યમ થકી ગાંધીનગર સુધી પહોંચતા CEO બિપિન નાયક એજન્સી અને કર્મચારીઓને રૂબરૂ મળ્યા હતા.
વડનગર સરકારી હોસ્પિટલના સ્ટાફની હડતાળ CEOના મધ્યસ્તીથી સમેટાઈ CEOએ કર્મચારીઓની ફરિયાદ લેખિતમાં લઈ તેમને યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરી આપવા ખાત્રી આપી હતી, તો બીજી તરફ હડતાળ કરવાના બહાને એજન્સી દ્વારા ફરજ મોકૂફ કરાયેલા 16 કર્મીઓને ફરજ પર પરત લેવા માટે પણ આદેશ કર્યો છે.
વડનગર સરકારી હોસ્પિટલના સ્ટાફની હડતાળ CEOના મધ્યસ્તીથી સમેટાઈ હડતાળનો મુદ્દો હાલમાં શાંત પડ્યો છે અને નર્સિંગ સ્ટાફ પણ દર્દીઓની સેવામાં લાગી ગયો છે, ત્યારે હવે જોવાનું રહેશે કે, CEOની તપાસમાં કર્મચારીઓના પગાર મામલે કેવો ઘટસ્ફોટ થાય છે. શું કર્મચારીઓના પગારમાંથી અધધ લેવાતો સર્વિસ ચાર્જ યોગ્ય હશે? શું કર્મચારીઓના પગારમાંથી GST કાપી શકાતો હશે?
વડનગર હોસ્પિટલમાં મેનપાવર પૂરો પાડતી રાજદીપ એન્ટરપ્રાઇઝને સરકાર એક સ્ટાફ માટે 21300 ઉપરાંત પગાર આપે છે. આમ છતાં એજન્સી કર્મચારીઓને માત્ર 12033 કેમ ચૂકવે છે, તે મામલે અસમંજસ હજૂ પણ જોવા મળી રહી છે.