ગુજરાત

gujarat

ETV Bharat / state

વડનગર GMERSનો તબીબ અને નર્સિંગ સ્ટાફ 14 જેટલી પડતર માગણીઓને લઈ હડતાલ પર ઉતર્યો - vadnagar news

ગુજરાત રાજ્યમાં સરકારી હોસ્પિટલો અદ્યતન બની છે, ત્યારે આ હોસ્પિટલો પૈકી GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પડતી મુશ્કેલીઓ સહિતના પડતર પ્રશ્નોને લઈ સલગ્નન વિભાગોને રજૂઆત કરી હતી. આ રજૂઆતનો યોગ્ય ઉકેલ ન આવતા 6 મેના રોજ યુનિયન દ્વારા મુખ્યપ્રધાનને લેખિતમાં રજૂઆત કરી તેમની માગણીઓ પુરી કરવા અંગે જાણ કરવામાં આવી હતી.

વડનગર GMERSનો તબીબ અને નર્સિંગ સ્ટાફ 14 જેટલી પડતર માગણીઓને લઈ હડતાલ પર ઉતર્યો
વડનગર GMERSનો તબીબ અને નર્સિંગ સ્ટાફ 14 જેટલી પડતર માગણીઓને લઈ હડતાલ પર ઉતર્યો

By

Published : May 12, 2021, 6:57 AM IST

Updated : May 12, 2021, 7:20 AM IST

  • પડતર માંગણીઓને લઈને નોન કોવિડ કામગીરી કરી બંધ
  • માનવતાના ધોરણે કોવિડની ઇમરજન્સી સેવા ચાલુ રખાશે
  • CPF તબીબી ભથ્થું, વાહન વ્યવહાર ભથ્થું, સાતમું પગાર પંચ જેવી માગણીઓ ના સંતોષાતા સ્ટાફ હડતાલ પર
  • પ્રમોશન સહિતના 14 જેટલા‌ મુદ્દાને લઈને હડતાલ પર
  • 11 મે 2021 સુધી માંગણીનો યોગ્ય નિકાલ કરવા અપાયું હતું અલ્ટીમેટમ

મહેસાણાઃ ગુજરાત રાજ્યમાં સરકારી હોસ્પિટલો અદ્યતન બની છે, ત્યારે આ હોસ્પિટલો પૈકી GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પોતાની ફરજ દરમિયાન પડતી મુશ્કેલીઓ સહિતના પડતર પ્રશ્નોને લઈ સલગ્નન વિભાગોને રજૂઆત કરાઇ હતી. આ રજૂઆતનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા અંતે 6 મેના રોજ આ યુનિયન દ્વારા મુખ્યપ્રધાનને લેખિતમાં રજૂઆત કરી તેમની વિવિધ માગણીઓ પુરી કરવા જાણ કરવામાં આવી હતી.

વડનગર GMERSનો તબીબ અને નર્સિંગ સ્ટાફ 14 જેટલી પડતર માગણીઓને લઈ હડતાળ પર ઉતર્યો

આ પણ વાંચોઃવલસાડ સિવીલ હોસ્પિટલના વર્ગ-3 અને 4ના કર્મચારીઓ પડતર માંગને લઇ હળતાલ પર ઉતર્યા

માગણીઓની રજૂઆત છતાં સરકારમાંથી કોઈ યોગ્ય નિરાકરણ મળતું ન હોવાને કારણે નર્સિંગ સ્ટાફ યુનિયન દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત પછી 11મે 2021ના અલ્ટીમેટમ પર તેમની માગણી નહિ સંતોષાતા ઉગ્ર આંદોલનની ચીમકી સાથે નોન કોવિડ અને ઇમરજન્સી સિવાયની કામગીરીથી અડગ રહી હડતાલ પર ઉતરી ગયા હતા. સરકાર દ્વારા કોઈ નિર્ણય નહિ લેવાય તો કોવિડ સહિતની તમામ કામગીરી બંધ કરી, આ સ્ટાફ મેમ્બરો દ્વારા વિરોધ નોંધાવતા હડતાલ યોજવામાં આવશે.

વડનગર GMERSનો તબીબ અને નર્સિંગ સ્ટાફ 14 જેટલી પડતર માગણીઓને લઈ હડતાલ પર ઉતર્યો

નર્સિંગ સ્ટાફ યુનિયનની વિવિધ માગણી

ગુજરાત રાજ્યમાં અંદાજે 8 જેટલી GMERS મેડિકલ હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં સારી સેવા માટે સતત નર્સિંગ સ્ટાફ ખડે પગે રહેતો હોય છે, ત્યારે આ કર્મચારીઓને ફરજ પર તેમના હકો ન મળતા આખરે તેઓ સિસ્ટમ સામે નારાજગી દાખવતા CPF, ઉચ્ચતર તબીબી ભથ્થું, વાહન વ્યવહાર ભથ્થું, પ્રમોશન, LTC અને ફરજ પર અવસાન પામતા કર્મચારીઓને ઉચ્ચક નાણાંકીય સહાય, સાતમુ પગાર પંચ લાગુ કરવા સહિતની માગણીઓ કરી રહ્યા છે.

વડનગર GMERSનો તબીબ અને નર્સિંગ સ્ટાફ 14 જેટલી પડતર માગણીઓને લઈ હડતાળ પર ઉતર્યો

આ પણ વાંચોઃસુરતમાં પગારની માગને લઈ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા

માગણીઓનું નિરાકરણ નહિ આવે તો સ્ટાફ યુનિયન દ્વારા આંદોલન કરાશે

આ માગણીઓ માટે તેઓએ મુખ્યપ્રધાનના દરવાજા પણ ખખડાવી પ્રયત્ન કર્યો છે, છતાં તેમના પડતર પ્રશ્નોનું કોઈ યોગ્ય નિરાકરણ નહિ આવતા 11 મે 2021 સુધી નિરાકરણ નહિ આવે તો સ્ટાફ યુનિયન દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Last Updated : May 12, 2021, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details