મહેસાણા :કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓ અચાનક એવું પગલું ભરી બેસે છે. જેમાં પ્રાથમિક તબક્કે મામલો સ્પષ્ટ થતો નથી. પછી ઊંડી તપાસ કરતાં રિલેશનશિપમાં અમુક શેતાન ન કરવાનું કરાવી બેસે છે, હકીકત ઉઘાડી પડે ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે. આવો જ એક કિસ્સો મહેસાણામાંથી સામે આવ્યો છે. જેમાં પિતાએ દીકરીના મોત મામલે કોલેજમાં સાથે અભ્યાસ કરતા યુવકે અંગત વાતો અને ફોટા વાઇરલ કરવાની ધમકી તેની સાથે સંબંધ બાંધવા દબાણ કરી, હત્યા કરી હોવાના આરોપ સાથે પોલીસ ફરિયાદ કરી છે. મૃતક યુવતી યુવતીનો મૃતદેહ મળ્યો ત્યારે પ્રણવ ગાવીત નામનો યુવાન ગુમ થયો હતો. યુવક યુવતીના સંપર્કમાં હોવાથી એક વર્ષ અગાઉ તેના ઘરે પણ ગયો હતો. સમગ્ર કેસ જોતા દીકરી સાથે જબરજસ્તી થઈ હોવાનું પુરવાર થયું હતું.
આ પણ વાંચો Mehsana Crime: બાસણા યુવતી હત્યા કેસમાં રીક્ષા ચાલક હત્યારો નીકળ્યો, દુષ્કર્મ બાદ કરી હત્યા
હત્યાનું કારણ: મહેસાણા તાલુકાના વડસ્મા ગામ આવેલ શ્રી સત્સંગી સાંકેતધામ રામ આશ્રમ સંસ્થાનની નવીન બની રહેલ બિલ્ડીંગના બીજા માળની ફાર્મસી લેબમાં તારીખ 28 એપ્રિલના રોજ 21 વર્ષીય વિદ્યાર્થીનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક સ્થિતિ જોતા યુવતીનું અકસ્માતે મોત થયું હોવાનું જણાવ્યું હતું. પરંતુ યુવતીના પિતાએ યુવતીના મોત મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસ તપાસમાં યુવતીના મોત પાછળનું કારણ આપઘાત નહિં પરંતુ હત્યાનું કારણ સામે આવ્યું હતું.
વોટ્સએપ ગ્રુપમાં નંબર: 21 વર્ષીય મૃતક યુવતી 28 તારીખ થી ગુમ હતી. જે બાદ તેમની દીકરીના વોટ્સએપ નંબરથી તેમના ફેમિલી 'ડોટ' નામના વોટ્સએપ ગ્રુપમાં પોતાના નંબર એડ કરી દીકરીના મિત્રો સાથે ચેટ કરેલા અને મેસેજનો વીડિયો અને તે બંને વચ્ચેની વાત ચિતનો ઓડિયો અપલોડ કર્યો હતો. જે બાદ પિતાએ ઊંડાણપૂર્વક તપાસ પોલીસ ફરિયાદ કરી હતી.
સંબંધ રાખવા દબાણ:જ્યારે પ્રણવ ગાવીત ગુમ થયેલો હતો. જેની શંકા જતા મૃતકના પિતાએ અન્ય વિદ્યાર્થીઓને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પ્રાણવ ગાવીત તેમની દીકરીને તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. બનાવના દિવસે તે યુવતીનો નવી બની રહેલ બિલ્ડીંગની લેબમાં જતો જોવા મળ્યો હોવાની જાણ થઈ હતી. જ્યાં કોલેજના અન્ય વિદ્યાર્થીએ જણાવ્યા મુજબ તેમની દીકરીનું આ પ્રણવ દ્વારા મોઢું અને નાક દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો Mehsana News : મેવાણી અને રેશ્મા પટેલ સહિતના 10 લોકોને કોર્ટે છોડ્યા નિર્દોષ
ઘરેણાં તૂટેલી હાલતમાં:યુવક એક વર્ષ અગાઉ યુવતીના ઘરે પણ ગયો હતો. મૃતક યુવતીના પિતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ આધારે આ આરોપી યુવક પ્રણવ ગાવીત એક વર્ષ અગાઉ વેકેશનમાં તેમના ઘરે પણ આવ્યો હતો. જેથી તે તેમની દીકરી સાથે એક વર્ષથી સંપર્કમાં હોવાની વિગતો સામે આવી છે. યુવતીના મૃતદેહ પર ઘરેણાં તૂટેલી હાલતમાં મળ્યા અને ફોન ગુમ હતો. પોલીસે યુવતીના ગળામાં પહેરેલ કંઠી, દોરો અને ચેન સહિતના ઘરેણાં તુટેલી હાલતમાં જોવા મળી આવ્યા હતા. તેમજ યુવતીનો મોબાઈલ ફોન મળી આવ્યો ન હતો. જેથી પ્રાથમિક દ્રષ્ટિએ યુવતી સાથે કોઈએ જબરજસ્તી કરી હોવાની શંકા ઉપજી હતી.