મહેસાણા: મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ (Health Department Mehsana) દ્વારા બાળકોના રસીકરણ (Vaccination of children) માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. રસીકરણ માટે એક ઉપચાર શોધવામાં આવ્યો છે ત્યારે મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા 15થી 18 વર્ષના બાળકોને શાળામાં 935 સેશનમાં રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રસીકરણના (Gujarat Health Department) આ વિશેષ આયોજનમાં 3 જાન્યુઆરીથી આગામી 7 ફેબ્રુઆરી સુધીમાં જિલ્લાના 10 તાલુકામાં 1.10 લાખ જેટલા બાળકોને રસીકરણ કરવામાં (Corona vaccine to children) આવનાર છે, આ માટે આરોગ્ય વિભાગ દ્વારા મહેસાણા જિલ્લામાં રોજેરોજ 25000 જેટલા બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે.
8 અને 9 જાન્યુઆરીના રોજ શાળાએ ન જતાં બાળકોને રસી આપવામાં આવશે
મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓને (Vaccination For Children In Gujarat)શાળાએ જઈ રસીકરણના આ ખાસ આયોજનમાં કોઈ કારણોસર શાળામાં રસી લેવામાં રહી ગયેલા કે પછી શાળાએ ન આવતા બાળકોને 8 અને 9 જાન્યુઆરીના 2 ખાસ દિવસ નક્કી કરી તે જે સ્થળે ઉપસ્થિત હોય તે સ્થળે જઇ રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ નિર્ધારિત આયુના તમામ બાળકો રસીનો લાભ લે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
જિલ્લામાં ૧૦ તાલુકા પ્રમાણે ૧૫થી ૧૮ વર્ષના બાળકોની નોંધાયેલા સંખ્યા