- વેપારી વર્ગ માટે રેલવે સર્કલ પાસે રસીકરણ કેમ્પનું આયોજન
- અર્બન હેલ્થ સેન્ટર અને પંચાલ બોર્ડિંગ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત આયોજન
- 45 વર્ષકે તેથી ઉપરના વેપારીઓએ મુકાવી રસી
મહેસાણાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે નાગરિકો કોરોના રસી લેવા આગળ આવી રહ્યા છે.
વિસનગરમાં યોજાયો રસીકરણ કેમ્પ
વિસનગરમાં રસીકરણ કેમ્પ યોજાયો હતો. અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી પંચાલ બોર્ડિંગ ટ્રસ્ટ દ્વારા રેલવે સર્કલ પાસે બજાર વિસ્તારમાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 45 વર્ષ કે તેથી વધુ વયની મહિલા અને પુરુષ વેપારીઓએ તેમના પરિવારના સભ્યો સાથે આવી કોરોનાની રસી મુકાવી હતી.
આ પણ વાંચોઃ ધંધુકા નગરપાલિકા ખાતે નગરજનોના હિતાર્થે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો