ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં ઉતરાયણ પર્વે 319 પક્ષીઓ ઘવાયા, 9નાં મોત - Birds people injury uttrayan festival

મહેસાણા: ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એ પતંગ રસિયાઓ માટે મોજ મસ્તી અને ઉમંગ ભર્યો દિવસ હોય છે. પરંતુ આ તહેવાર ક્યાંક કોઈ જીવને પણ નુકસાન પહોંચાડે છે. જેમાં શહેરમાં 319 પક્ષીઓ ઘવાયા હતા. જેમાંથી 9 પક્ષીઓના મોત થયા હતા.

district
મહેસાણા

By

Published : Jan 16, 2020, 9:02 PM IST

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દ્વિદિવસીય તહેવારમાં પતંગની દોરી ઘાતકી સાબિત થઈ છે. ત્યારે આ જ ઘાતકી દોરી વાગતા મહેસાણા જિલ્લામાં 1 સમડી અને 8 કબુતરના મોત નિપજ્યા હતા. જ્યારે 319 પક્ષીઓ ઘવાયા હતા.

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં મહેસાણા જિલ્લાના 76 જેટલા માનવજીવ, 319પક્ષીઓ ઘવાયા, 9 પક્ષીઓના મોત

જેમાં માનવજીવને પણ ઘાતકી દોરીથી હાનિ પહોંચી હતી. જેમાં છત પરથી પડી જતા ,દોરી વાગતા ઘવાયાના 108 ઇમરજન્સીને 76 જેટલા કોલ મળ્યા હતા. તેમજ દોરી વાગવાના એક કિસ્સામાં બાઇક પર ચાલક પાછળ બેસીને જતા એક યુવાનને ગળાના ભાગે દોરી વાગતા ગંભીર રીતે ધવાયા હતા. જેઓ હાલ સારવાર હેઠળ હોવા છતાં કોમામાં રહ્યા છે. આમ ઉત્તરાયણનો તહેવાર આનંદ ઉત્સવ સાથે કેટલાક પક્ષીઓ અને કેટલાક માણસો માટે દુઃખનો પ્રસંગ બની રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details