ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા પાટીદારોના કુળદેવી ઉમીયાજીનો લક્ષચંડી મહાયજ્ઞ ઉજવવા જઈ રહ્યો છે. જેમાં 18 ડિસેમ્બર થી લઇ 22 ડિસેમ્બર સુધી પાંચ દિવસ માટે વિશાળ જગ્યા યજ્ઞ શાળા, ભોજન પ્રસાદ, રમત ગમત, જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી, સાથે ધાર્મિક અને સંસ્કૃતિક અને કલા જગતની ઝાંખી કરાવતા અનેક વિવિધ પ્રદર્શનો તૈયાર કરાયા છે. શક્તિ સ્વરૂપમાં જગદંબાના 51 શક્તિ પીઠોની કૃતિઓ તૈયાર કરતા વિશેષ કારીગરોના હસ્તે 51માતાજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે. આ આબેહુબ 51 શક્તિપીઠના દર્શન થાય તેવી દર્શનાર્થીઓ માટે અનોખી વ્યવસ્થા કરી છે.
આ મહોત્સવમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ પણ હાજરી આપશે. જેને લઈ બે દિવસ પહેલાથી જ સુરક્ષા બંદોબસ્ત સઘન કરી મંદિર પરિસરમાં બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, અને ઈન્ટેલીજન્સ ટીમો દ્વારા આગોતરી તપાસ કરવામાં આવી છે. ત્યારે લાખો શ્રદ્ધાળુઓના આગમનથી લઈ દર્શન માટે લાંબી રેલીંગો બનાવી સલામતીની વ્યવસ્થા કરી છે.