ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઝા ઉમિયા માતાજી મંદિર 14 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે - કોરોના મહામારી

કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે ઊંઝા ઉમિયા માતા સંસ્થાના સભ્યોએ મંદિરે આવતા દર્શનાર્થીઓ કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને મંદિર 14 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

16 દિવસ સુધી મંદિર રહેશે દર્શન માટે બંધ.!
16 દિવસ સુધી મંદિર રહેશે દર્શન માટે બંધ.!

By

Published : Apr 14, 2021, 10:20 PM IST

  • કોરોના મહામારીને ધ્યાને રાખતા લેવાયો નિર્ણય
  • ઉમિયા માતાજી મંદિર સંસ્થાએ લીધો નિર્ણય
  • મંદિરે આવતા દર્શનાર્થીઓ સંક્રમણનો ભોગ ન બને તે માટે સંસ્થા ચિંતિત
  • 16 દિવસ સુધી મંદિર રહેશે દર્શન માટે બંધ.!

મહેસાણા: જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા ઠેર-ઠેર સ્વૈચ્છીક બંધ પાળવામાં આવી રહ્યો છે, ત્યાં ધાર્મિક સંસ્થાઓ પણ આ પરિસ્થિતિ માટે ચિંતિત બનતા ઊંઝા ઉમિયા માતાજી મંદિર સંસ્થાએ પણ દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધીની જાહેરાત કરી છે.

ઉમિયા માતાજી મંદિર સંસ્થાએ લીધો નિર્ણય

આ પણ વાંચો:ઊંઝાઃ ઉમિયા માતા મંદિરમાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે નવરાત્રિની ઉજવણી

ચૈત્રી નવરાત્રી પર્વ માત્ર પૂજારી દ્વારા પૂજા-વિધિ કરી ઉજવણી કરાશે

ઊંઝા ઉમિયા માતા સંસ્થાના સભ્યોએ મિટિંગ કરી 14 એપ્રિલથી 30 એપ્રિલ સુધી 16 દિવસ માટે મંદિરમાં બહારથી આવતા કોઈ પણ દર્શનાર્થીઓને પ્રવેશ ન આપવાનું નક્કી કર્યુ છે. આ 16 દિવસ દરમિયાન ધાર્મિક પ્રસંગ એવા માતાજીના ચૈત્રી નવરાત્રીના પર્વ પર તમામ પ્રકારની પૂજા-વિધિ માત્ર મંદિરના પૂજારીઓની હાજરીમાં જ તેમના દ્વારા કરવામાં આવનારી છે. જે પ્રસંગે પણ કોઈ અન્યને પ્રવેશ આપવામાં આવશે નહીં. આમ, આજે વધતા જતા કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે કોરોનાની ચેઈન તોડવા આ આયોજન સાથે જરૂરી નિર્ણય લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:ઉંઝાના ઐઠોરમાં આવેલું પૌરાણિક ગણેશ મંદિર 2 જાન્યુઆરી ચોથના દિવસે બંધ રહેશે

  • કોરોના મહામારીને ધ્યાને લઈ ઉંઝા તાલુકાના ઐઠોર ગામે આવેલા ઐતિહાસિક ગણપતિ દાદાનું મંદિર આગામી સંકટ ચતુર્થી 2જી જાન્યુઆરીને શનિવારના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય મંદિર સંસ્થાન દ્વારા લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details