મહેસાણા: ઊંઝા એપીએમસીમાં જીરું, વરિયાળી, ઇસબગુલ સહિતની ખેત-પેદાશોના વેપાર અર્થે રોજે રોજ 5થી 7 હજાર લોકોનો ઘસારો રહેતો હોય છે, ત્યારે કોરોના વાઇરસનું સંક્રમણ વધે નહીં માટે ઊંઝા APMCમાં આગામી 7 દિવસ માટે ખેડૂતોને ન આવવા અને વેપાર ધંધા બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
મહેસાણા: ઊંઝા APMC એક સપ્તાહ માટે લોકડાઉન કરશે - ઊંઝા APMCના વેપારી મંડળ
મહેસાણા જિલ્લામાં પ્રતિદિન 20 જેટલા કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યાં છે, ત્યાં વાઇરસના સંક્રમણને અટકાવવા સરકારના અનેક પ્રયાસો વચ્ચે હવે લોકો સ્વયં જાગૃત બની રહ્યાં છે. વાઇરસના સંક્રમણને અટકાવવા એશિયામાં નામાંકિત એવા ઊંઝા APMCના વેપારી મંડળ દ્વારા આગામી 19 જુલાઈથી 25 જુલાઈ સુધી એક સપ્તાહ સુધી વેપાર ધંધા બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
મહેસાણા
ઊંઝામાં પાલિકા દ્વારા પણ જાહેર બજારોના વેપાર ધંધા બંધ રાખવા માટે વેપારીઓને અપીલ કરવામાં આવી છે. જેમાં ઊંઝામાં એક સાથે અઠવાડિયા સુધી લોકડાઉન રાખવામાં આવશે, તો ઊંઝામાં વાઇરસનું સંક્રમણ ફેલાતું અટકાવામાં ફાયદો થશે.