ગુજરાત

gujarat

ETV Bharat / state

Mahesana News: અનંત અનાદિ વડનગરનો સોનેરી ઇતિહાસ,ડોક્યુમેન્ટરીનો ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમ યોજાયો - MP Jugalji Thakor

ઐતિહાસિક નગરી વડનગરના તાનારીરી ગાર્ડન ખાતે વડનગરની ડોક્યુમેન્ટરીનો ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય પ્રવાસન પ્રધાન કિશન રેડ્ડી જણાવ્યું હતું કે, આ પાવનભૂમિના દર્શન કરવા એ મારા માટે એક તીર્થ યાત્રા છે. આ નગરનો ઇતિહાસ 2000 વર્ષોથી પણ પ્રાચીન છે. જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં આ નગરની ગણના થશે.

Mahesana News: અનંત અનાદિ વડનગરનો સોનેરી ઇતિહાસ,ડોક્યુમેન્ટરીનો ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમ યોજાયો
Mahesana News: અનંત અનાદિ વડનગરનો સોનેરી ઇતિહાસ,ડોક્યુમેન્ટરીનો ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમ યોજાયો

By

Published : Jun 8, 2023, 12:31 PM IST

મહેસાણા:ઐતિહાસિક નગરી વડનગરના તાનારીરી ગાર્ડન ખાતે અનંત અનાદિ વડનગરની ડોક્યુમેન્ટરીનો ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસન પ્રધાન જી.કિશન રેડ્ડી અને પ્રવાસન પ્રધાન મુળુભાઇ બેરાએ વક્તવ્ય આપ્યું હતું. અન્ય સાત સ્થળોએ પણ વડનગરની ડોક્યુમેન્ટરીનો સ્ક્રીનીંગ કાર્યક્રમ યોજાયો હતો.

તાનારીરી મ્યુઝીયમનું નિર્માણ: અનંત અનાદિ વડનગરના તાનારીરી ગાર્ડનમાં યોજાયેલ ડોક્યુમેન્ટરી સ્ક્રીનીંગ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસન પ્રધાન જી.કિશન રેડ્ડી ઉપસ્થિત હતાં. જી.કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, ભારતના મથુરા, ઉજ્જૈન, પટના અને વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં આ નગરની ગણના થશે. તેઓેએ ઉમેર્યું હતું કે, પ્રવાસન વિભાગે આ નગરના મહત્વપૂર્ણ ઇતિહાસને ઉજાગર કરવામાં પ્રેરણાદાયી કામ કર્યું છે. સતત બે હજાર વર્ષોની સાત પ્રાચીન સંસ્કૃતિના સંગમ સમા આ નગરની મહત્તાને પ્રસ્તુત કરતા સ્ટેટ ઓફ આર્ટ ઓર્કિયોલોજીકલ એક્સપીરીયન્સ મ્યુઝિયમ તેમજ 16 મી સદીમાં બલીદાન આપનારી તાનારીરીના સન્માન માટે તાનારીરી મ્યુઝીયમનું નિર્માણ થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૪ સુધી પુર્ણ થનાર આ બંન્ને પ્રોજેક્ટ માટે લગભગ રૂપિયા ૨૭૭ કરોડનો ખર્ચ થનાર છે.

આ પાવનભૂમિના દર્શન કરવા એ મારા માટે એક તિર્થયાત્રા છે. આ નગરનો ઇતિહાસ ૨૦૦૦ વર્ષોથી પણ પ્રાચીન છે. આ નગરનું મહત્વ તેના સ્વંય દર્શન કરવાથી મેળવી શકાય છે. આ યાત્રાથી મને લાગ્યું કે આ નગરનું મહત્વ અનોખું છે.--- જી.કિશન રેડ્ડી (કેન્દ્રીય પ્રવાસન પ્રધાન)

વડનગર હેરિટેજ સાઈટ: કેન્દ્રીય પ્રવાસન પ્રધાન રેડ્ડીએ ઉમેર્યું હતું કે, દેશભરમાં 12 હજારથી વધુ મ્યુઝિયમ કાર્યરત છે. અનેક અત્યાધુનિક સંગ્રહાલય બની રહ્યા છે. પ્રધાનમંત્રી સંગ્રહાલય તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રવાસન પ્રધાન રેડ્ડીએ દેશભરમાં જુદા જુદા 12 સ્થળે આકાર લઇ રહેલા થીમ બેઝ્ડ મ્યુઝીયમની વાત કરી હતી. જેમાં વડનગરનો પણ સમાવેશ થાય છે. રાજપીપળામાં આકાર લઇ રહેલા અત્યાધુનિક મ્યુઝીયમની પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડનગર એક એવી હેરિટેજ સાઇટ છે જ્યાં પ્રાચીન નગર સંસ્કૃતિ, જળ વ્યવસ્થાપન, વેપાર વાણિજ્ય જેવા અનેક ક્ષેત્રોમાં સંશોધનોની વિશાળ તક ધરબાઇને ખડી છે.

મોદીકાળમાં સર્વાંગી વિકાસ: ભારતના સાંસ્કૃતિક વિરાસતના મહત્વને પ્રાધાન્ય આપીને રામાયણ, કૃષ્ણ, જગન્નાથ અને બૌધ્ધ સર્કીટ જેવા પ્રવાસન વૈવિધ્યને પ્રસ્તુત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના શાસનકાળ દરમિયાન ભારતના સર્વાંગી વિકાસનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારતને વિશ્વભરમાં આગવી પ્રતિષ્ઠા મેળવી છે. તેમણે રાષ્ટ્ર સર્વોપરીની ભાવના સાથે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા ઉપસ્થિત નાગરિકોને આહ્વાન કર્યું હતું.

વડનગરમાં વૈવિધ્ય અપારઃ આ તકે પ્રવાસન પ્રધાન મુળુભાઇ બેરાએ વક્તવ્ય આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ભારતનો ઇતિહાસ અત્યંત રોચક અને જાણવા જેવો છે. વડનગરમાં 360 વાવો, 360 મંદિરો વગેરે આવેલા હતા. આ નગર બૌદ્ધ ધર્મના કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. આ નગરનો પોતાનો અલગ જ ઇતિહાસ છે. અનેક વખત પડ્યું છે અને ફરીથી ઉભુ થયું છે જે નગરની ઓળખ છે. મુળુભાઈ બેરાએ ઉમેર્યું હતું કે, અબુલ ફઝલે આઈ-એ-અકબરીમાં અને સ્કંદપુરાણમાં વડનગરનો પ્રાચીન નગર તરીકે ઉલ્લેખ મળે છે. આજે વડનગર જોવાલાયક અને પર્યટન સ્થળ તરીકે વિકસ્યું છે.

કવિની વાણીમાં નગર:કાર્યક્રમમાં ડોક્યુમેન્ટરીના મુખ્ય સુત્રધાર મનોજ મુંતશિર શુક્લાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વડનગરની ડોક્યુમેન્ટરીના સ્ક્રીનીંગ કાર્યક્રમમાં મનોજ મુંતશિર શુક્લાએ જણાવ્યું હતું કે, ભારત વસુધૈવ કુટુંબકમમાં માનવાવાળો દેશ છે. આપણા ઇતિહાસે ભારતને ભવ્ય બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મહાભારતકાળથી આ શહેરનું મહત્વ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ નગરને સાશ્વત કહ્યું છે. આ ચમત્કારી નગરીમાં હાટકેશ્વર મહાદેવ બિરાજમાન છે. સાત વાર આ નગરી પડી અને ઉભી થઇ છે. આ નગરીએ દેશને યશસ્વી પ્રધાનમંત્રી આપ્યા છે.

ઇતિહાસપ્રેમીઓની ઉપસ્થિતિ: કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મંદિર, પ્રેરણા સ્કૂલ,બી.એન.હાઈસ્કૂલ, અમરથોળ દરવાજા,વડબારા પરા વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્યુમેન્ટરીના સ્ક્રીનીંગ કાર્યક્રમમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંધવી, મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર સહિત જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ સાહિત્ય અને ઇતિહાસપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. વડાપ્રધાન મોદીનો ટી સ્ટોલ મૂકાશે મ્યુઝિયમમાં
  2. Surat News : 200 કરોડના ઉધના રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું કેન્દ્રીય રેલવે પ્રધાને કર્યું નિરીક્ષણ

ABOUT THE AUTHOR

...view details