મહેસાણા: કોરોના વાઈરસને લઈને અત્યારે સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાઈ રહી છે. ત્યારે સૌ કોઈ વાઈરસને અટકાવવા અને નિયંત્રણ માટે પ્રયાસો કરી રહ્યા છે. આ મહામારીમાંથી બચાવવા માટે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસ કર્મચારીઓ દ્વારા લોકડાઉનમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. લોકો લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરે તે માટે પોલીસ આપણા માટે ખડેપગે ફરજ બજાવી રહી છે.
મહેસાણામાં ફરજ બજાવતા 5500 સુરક્ષા કર્મીઓને ઉકાળોનું વિતરણ કરાયું
આયુષ વિભાગ દ્વારા ફરજ પર તૈનાત પોલીસ કર્મીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા પોલીસ, SRP, TRB, હોમ ગાર્ડ તથા આર્મીના કુલ 5500 સ્ટાફને ઉકાળાના પેકેટ આપવામાં આવ્યા હતા.
મહેસાણામાં ફરજ બજાવતા 5500 સુરક્ષા કર્મીઓને ઉકાળો આપાવામાં આવ્યો
મહેસાણા જિલ્લામાં લોકડાઉન દરમિયાન બંદોબસ્તમાં ફરજ બજાવતા જિલ્લા પોલીસ, SRP, TRB, હોમ ગાર્ડ તથા આર્મીના કુલ 5500 સ્ટાફને ઉકાળાના પેકેટ આપવામાં આવ્યા હતા.
જિલ્લા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની ચિંતા કરીને કોરોના સંક્રમણથી દૂર રાખવા નિયામક, આયુષ કચેરી, ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શનથી જિલ્લાના 18 દવાખાના તરફથી સમગ્ર મહેસાણામાં ઉકાળાનો વિતરણ કરવામાં આવ્યો છે.