મહેસાણાના કડી તાલુકાના ભટાસણ અને ખરડા ગામના યુવકો અમેરિકામાં રોજગારી મેળવવા ગયા હતા. બંન્ને યુવકો સાઉથ કોરોલિનાના એક પેટ્રોલ પંપ પર આવેલા સ્ટૉરમાં નોકરી કરતા હતા. સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર 4 લૂંટારૂઓ ગુરૂવારે રાત્રે 10:40 વાગ્યની આસપાસ પેટ્રોલ પંપ અને સ્ટોરમાં ઘૂસી ગયા હતા. બાદમાં હથિયાર સાથે આવેલા 4 લૂંટારૂઓએ બંન્ને યુવકો પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હુમલા પહેલા એક યુવકની લૂંટારૂઓ સાથે ઝપાઝપી પણ થઇ હતી. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
અમેરિકામાં વધુ બે ગુજરાતી યુવકોની ગોળી મારી હત્યા - America indian murder
મહેસાણા: રોજગારી માટે વતન છોડી અમેરિકા ગયેલા બે ગુજરાતી યુવાનોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. યુએસના સાઉથ કોરોલિના પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતી યુવાનો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ચિરાગ અને કિરણ નામના બંન્ને યુવકો કડીના ભટાસણના રહેવાસી હતા. યુવાનો પર થયેલા હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.
etv bharat
CCTV ફૂટેજ અનુસાર સૌથી પહેલા ગુજરાતી યુવકો અને લૂંટારૂઓ વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઇ હતી. ત્યારબાદ અચાનક એક શખ્સે બંદૂક કાઢી અને યુવકો પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. કડીના યુવકે પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, ગોળી વાગેલી હોવાથી અંતે તેણ દમ તોડી દીધો હતો. આ પહેલીવાર નથી અમેરિકામાં આ પહેલા પણ ઘણીવાર હત્યા અને લૂંટની ઘટનાઓ ઘટી ચૂંકી છે.