ગુજરાત

gujarat

ETV Bharat / state

Omicron Variant In Gujarat: મહેસાણા જિલ્લામાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાયા, રાજ્યમાં એક દિવસમાં 9 કેસ નોંધાયા - omicron cases in surat

ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની (Omicron variant in Gujarat) એન્ટ્રી થયાના ગણતરીના દિવસોમાં કેસો વધતા જોવા મળી રહ્યા છે, જેમાં આજે રાજ્યની અંદર નવા નવ કેસો પોઝિટિવ સામે આવ્યા છે. રાજ્યમાં અમદાવાદમાં પાંચ મહેસાણામાં બે અને આણંદમાં બે મળી કુલ નવ કેસો એક જ દિવસમાં સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મહેસાણા જિલ્લામાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાયા, કુલ 3 કેસ
મહેસાણા જિલ્લામાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાયા, કુલ 3 કેસ

By

Published : Dec 23, 2021, 6:50 AM IST

Updated : Dec 23, 2021, 11:00 AM IST

મહેસાણા: ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટે (omicron variant in gujarat) ચિંતા વધારી દીધી છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના 9 કેસો (omicron cases in gujarat) સામે આવ્યા છે. અમદાવાદમાં ઓમિક્રોનના 5 કેસ મહેસાણામાં બે અને આણંદમાં બે મળી કુલ નવ કેસો એક જ દિવસમાં સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મહેસાણા જિલ્લાને વિજાપુરમાં ઓમિક્રોન વેરિયન્ટના 3 કેસ

મહેસાણા જિલ્લાનું વિજાપુર ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant in Gujarat) મામલે જિલ્લાનું એપી સેન્ટર જોવા મળી રહ્યું છે, આ અગાઉ વિજાપુર તાલુકાના પિલવાઇ ગામમાં એક આશા વર્કર બહેનને ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. જેમાં તેમની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી જોવા નહોતી મળી, પરંતુ ગામમાં શ્રદ્ધાંજલિ પ્રસંગે જીંબાવવેથી આવેલા કેટલાક મહેમાનોના સંપર્કમાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જે બાદ અન્ય બે શંકાસ્પદ વ્યક્તિઓને પણ તપાસ કરવામાં આવતા લેવામાં આવેલ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. મહેસાણા જિલ્લામાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ ત્રણ કેસ થયા છે, જે ત્રણેય કેસમાં મહિલા દર્દીઓ સામે આવ્યા છે, જેમને વડનગર ખાતે આવેલ gmers મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 23 કેસ

ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો હાહાકાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે આમિક્રોનના 9 કેસો નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં ઓમિક્રોનના કુલ સંક્રમિતોની સંખ્યા 23 થઈ ગઈ છે. ફક્ત અમદાવાદ શહેરમાં જ ઓમિક્રોનના કુલ 7 કેસ સામે આવ્યા છે. આ સિવાય જામનગર (omicron cases in jamnagar) અને સુરત (omicron cases in surat) જેવા શહેરમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવી ચુક્યા છે.

રાજ્યમાં આજે ઓમિક્રોનના 9 કેસો નોંધાયા

આજે મહેસાણામાં 2 (omicron cases in mehsana), આણંદમાં 2, અમદાવાદમાં 5 એમ કુલ 9 કેસો ઓમિક્રોનના નોંધાયા છે. 23 દર્દીઓમાંથી 19 સારવાર હેઠળ છે, જ્યારે 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઓમિક્રોનના કુલ કેસોની વાત કરીએ તો જામનગરમાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 3, વડોદરામાં 3, આણંદમાં 3, રાજકોટમાં 1 અને અમદાવાદમાં 7 કેસો છે.

આ પણ વાંચો:Omicron Variant In Gujarat: અમદાવાદમાં ઓમિક્રોનના એક સાથે 5 કેસો આવતા તંત્રની ઊંઘ ઊડી

આ પણ વાંચો:Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના નવા 91 કેસો નોંધાતા ફફડાટ, 2 દર્દીઓના મોત

Last Updated : Dec 23, 2021, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details