ગુજરાત

gujarat

ETV Bharat / state

સતલાસણા અને ધરોઇના 2 કોરોનાગ્રસ્ત દર્દી સ્વસ્થ, હોસ્પિટલમાંથી રજા અપાઈ - સતલાસણા અને ધરોઇ

જ્યાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે તબીબની મહેનતથી કેટલાક દર્દીઓ સ્વસ્થ્ય પણ થઇ રહ્યાં છે. સતલાસણા અને ધરોઇના બે કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી.

સતલાસણા અને ધરોઇના બે કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલથી રજા અપાઈ
સતલાસણા અને ધરોઇના બે કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલથી રજા અપાઈ

By

Published : Apr 30, 2020, 11:33 PM IST

મેહસાણા: મહારાષ્ટ્રથી સતલાસણામાં આવેલા બે વ્યક્તિઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો, જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા તે બન્ને દર્દીઓને વડનગર ખાતે આવેલા સરકારી મેડિકલ કોલેજના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. જેઓને સતત દેખરેખ હેઠળ રાખી સારવાર આપતા બન્ને દર્દીઓના બે બે વખતે લેવાયેલા કોરોના ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં.

સતલાસણા અને ધરોઇના બે કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલથી રજા અપાઈ

જે બાદ બન્ને દર્દીઓ સ્વસ્થ હોવાનું તપાસ કરી આરોગ્ય વિભાગ દ્વારા બન્ને દર્દીઓને તેમના ઘરે જવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા વધુ એક કોરોના ટેસ્ટ બન્ને દર્દીઓને રજા અપયાના થોડાક દિવસ બાદ લેવામાં આવશે. જેથી કોરોના સામેના કોઈ પણ નાના મોટા લક્ષણો જણાય તો તેમને યોગ્ય સારવાર આપી સ્વસ્થ્ય બનાવી શકાય. મહેસાણા જિલ્લામાં વધુ 2 દર્દીઓ સ્વસ્થ્ય થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.

ABOUT THE AUTHOR

...view details