ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગરના ભાલક ગામે તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી જતાં મોત - પોલીસ કાર્યવાહી

મહેસાણાના વિસનગરમાં તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોના મોત થતા પરિવાર સહિત ગ્રામજનોમાં હૈયાફાટ આક્રંદ જોવા મળ્યું હતું. પરિવારે પોલીસને કોઈ કાર્યવાહી ન કરવા જણાવતા માત્ર બનાવ અંગે નોંધ કરવામાં આવી હતી.

વિસનગરના ભાલક ગામે તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી જતાં મોત
વિસનગરના ભાલક ગામે તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી જતાં મોતવિસનગરના ભાલક ગામે તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી જતાં મોત

By

Published : Jun 2, 2021, 7:14 PM IST

  • તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી જતા મોત
  • પોલિસ કાર્યવાહી કરવા મૃતકોનો પરિવાર અસંમત
  • પરિવાર દ્વારા શોધખોળ કરતા તળાવ માંથી મૃતદેહ મળ્યા

મહેસાણા:વિસનગર તાલુકાના ભાલક ગામમાં આવેલા તળાવમાં 7 અને 9 વર્ષના બે સગાભાઈઓ ઘરેથી રમવા જવાનું કહી ન્હાવા પડતા તળાવના પાણીમાં ડૂબી જવાથી બન્નેના મોત થયા હતા. જ્યારે, બન્ને સગાભાઈઓના મોતને પગલે ગામમાં શોક છવાઇ ગયો હતો. બાળકો તેની માતાને રમવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો:રેલવેના DFCCIL દ્વારા ગટર માટે ખોદેલી ચેનલમાં ડૂબી જતા માતા-પુત્ર સહિત 3 લોકોના થયા મોત

બન્ને બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત

ભાલક ગામના વિનુજી સોમાજી ઠાકોરનો 9 વર્ષીય પુત્ર અર્જુન અને 7 વર્ષીય પુત્ર હિતેશ મંગળવારે બપોરે તેમની માતાને રમવા માટે જઈએ છીએ તેમ કહી ઘરેથી નીકળ્યા હતા. બન્ને ભાઇઓ મોડે સુધી ઘરે પાછા નહીં આવતાં તેમની બહેન તેમને શોધવા નીકળી હતી. ત્યાં, બહેનની શોધખોળ દરમિયાન ગામની સીમમાં આવેલા તળાવ પાસે તેમનાં કપડાં જોતાં દોડીને ઘરે આવી તેની માતાને જાણ કરી હતી. જેને પગલે મહોલ્લાના લોકો તળાવની પાળે દોડી ગયા હતા અને તપાસ કરતાં બન્ને બાળકો તળાવમાં ડૂબેલા હતા. જેમને બહાર કાઢી 108ને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવેલી 108 ઇમરજન્સીના કર્મચારીઓએ તપાસ કરી બન્ને બાળકોને મૃત જાહેર કરતાં પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી હાજર ગામલોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

આ પણ વાંચો:ભચાઉના શિકારપુર ગામ નજીક ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત નીપજ્યા

પોલીસે માત્ર બનાવ અંગે નોંધ કરી

પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ, પરિવારે અમારે કોઇ કાર્યવાહી કરવી નથી તેમ જણાવતા પોલીસે માત્ર બનાવ અંગે નોંધ કરી નિવેદન આધારે હાલમાં કોઈ વધુ કાર્યવાહી કરી નથી.

ABOUT THE AUTHOR

...view details