- ખેરાલુ તાલુકાના વાલાપુરા-મંદ્રોપુર રોડ પર બે યુવકોનું મૃત્યુ
- ઇકો કારની ટક્કરથી બે યુવકોનું મૃત્યુ થયું
- ખેરાલુ પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી
મહેસાણા :ખેરાલુ તાલુકાના વાલાપુરા-મંદ્રોપુર રોડ પર સોમવારે બપોરના સમયે ચાણસોલ ગામના પ્રજાપતિ પ્રતિકકુમાર જ્યંતિ અને સથવારા નિકુલકુમાર પ્રવિણ નામના બે મિત્રો બાઇક લઇને જઇ રહ્યા હતા. ત્યાંથી પસાર થઇ રહેલી ઇકો ગાડીના ચાલકે બપોરે બે વાગ્યાની આસપાસ બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. બાઇક પર સવાર પ્રતિકકુમાર પ્રજાપતિને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો :કોડીનાર નજીક ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાતા 10 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત