ગુજરાત

gujarat

ETV Bharat / state

શૈક્ષણિક નગરીની જુડવા બહેનોએ મહેસાણા જિલ્લામાં અનુક્રમે પ્રથમ-દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો - જુડવા બહેનો

સમગ્ર રાજ્યમાં આજે વિદ્યાર્થીઓના ભણતરમાં આવતી પ્રથમ બોર્ડની પરીક્ષા એટલે કે SSCનું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજ્યમાં છઠ્ઠા ક્રમે આવી મહેસાણા જિલ્લાએ પણ 64.68 ટકા પરિણામ મેળવ્યું છે, ત્યારે શૈક્ષણિક નગરી ગણાતા વિસનગરમાં પણ બ્રહ્મભટ્ટ પરિવારની બે જુડવા દીકરીઓએ જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવી પોતાના પરિવાર અને શિક્ષણનગરી વિસનગરનું ગૌરવ વધાર્યું છે.

શૈક્ષણિક નગરીની જુડવા બહેનોએ મહેસાણા જિલ્લામાં અનુક્રમે પ્રથમ-દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો
શૈક્ષણિક નગરીની જુડવા બહેનોએ મહેસાણા જિલ્લામાં અનુક્રમે પ્રથમ-દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો

By

Published : Jun 9, 2020, 3:34 PM IST

Updated : Jun 9, 2020, 8:06 PM IST

મહેસાણાઃ જિલ્લા સહિત આજે મંગળવારે રાજ્યભરમાં SSC પરિણામ 64.68 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે મહેસાણા જિલ્લો પરિણામની દ્રષ્ટિએ રાજ્યમાં છઠ્ઠા ક્રમે રહ્યો છે. જિલ્લાના વિસનગરના બ્રહ્મભટ પરિવારની બે દીકરીઓ સારા માર્ક્સ સાથે જિલ્લાનું ગૌરવ બની છે. SSCમાં વિસનગરની બિરવા બ્રહ્મભટ્ટને 573 અને બંસરીએ 572 માર્ક્સ મેળવ્યા છે. બન્ને જુડવા બહેનોએ તમામ 6 વિષયોમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

શૈક્ષણિક નગરીની જુડવા બહેનોએ મહેસાણા જિલ્લામાં અનુક્રમે પ્રથમ-દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો

શિક્ષણએ જીવનના ઘડતરનો પાયો છે અને શિક્ષણનો પાયો મજબૂત હોય તો જીવનમાં અનેક સફળતાઓની ઇમારતો બંધાય છે. ત્યાં શૈક્ષણિક નગરી કહેવાતા વિસનગર શહેરમાં ગુંદીખાડ વિસ્તારમાં રહેતા મધ્યમવર્ગીય બ્રહ્મભટ્ટ પરિવારની બે જુડવા દીકરીઓ પોતાના તમામ 6 વિષયોમાં 90 ઉપરાંત માર્ક્સ મેળવી A1 કેટેગરી સાથે જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યું છે.

શૈક્ષણિક નગરીની જુડવા બહેનોએ મહેસાણા જિલ્લામાં અનુક્રમે પ્રથમ-દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો

મહત્વનું છે કે, બિરવા બ્રહ્મભટ્ટ નામની વિદ્યાર્થીનીએ 600માંથી 573 માર્ક્સ સાથે 95.50 ટકા અને ગણિત વિષયમાં 95 તો વિજ્ઞાનમાં 98 માર્ક્સ સાથે 99.99 PR પ્રાપ્ત કરી સરસ્વતી માતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. તો બિરવાની જ જુડવા બહેને પણ જન્મની સાથે શિક્ષણમાં પણ જુડવા રહેવાનો અભિગમ અપનાવી પોતે 600 માંથી 572 માર્ક્સ સાથે 95.33 ટકા અને ગણિત વિષયમાં 95તો વિજ્ઞાનમાં 99 માર્ક સાથે 99.99 PR પ્રાપ્ત કરી પોતાના પરિવાર, શાળા, શિક્ષકો અને વિસનગર શહેરને ગૌરવ અપાવ્યું છે. આમ બિરવા અને બંસરીએ જિલ્લાના 29148 છાત્રોમાં પોતે-પોતાનું આગવું પરિણામ લાવી ઉચ્ચ શિક્ષણમાં આગળ વધવા અને પોતાના પરિવારને વધુ ગૌરવ અપાવવા મનોબળ મક્કમ બનાવ્યું છે.

જુડવા બહેનો બિરવા અને બંસરી મહેસાણા જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવી

બિરવા અને બંસરીના પરિણામના એક અનુમાન પ્રમાણે બન્ને બહેનોનું પરિણામ રાજ્યમાં આવેલા SSCના પરિણામમાં પોતે ટોપ 10માં સ્થાન ધરાવે તો નવાઈ નહી.

જુડવા બહેનો બિરવા અને બંસરી મહેસાણા જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવી
  • મહેસાણા જિલ્લામાં SSCનું ચાલુ વર્ષે 64.68 ટકા પરિણામ
  • જિલ્લામાં વર્ષ 2018માં 71.24, 2019માં 67.92 અને 2020માં 464.68 આવ્યું
  • ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 3.24 ટકા ઓછું પરિણામ આવ્યું
  • જિલ્લામાં સૌથી વધુ 87.02 ટકા ઉનાવા કેન્દ્રનું પરિણામ
  • જિલ્લામાં સૌથી ઓછું 30.66 ટકા થોળ કેન્દ્રનું પરિણામ
  • જિલ્લામાં માત્ર 8 શાળાઓ એ 100 ટકા પરિણામ મેળવ્યું
  • જિલ્લામાં 1 શાળાનું પરિણામ શૂન્ય રહ્યું
  • મહેસાણા જિલ્લામાં SSC પરિણામ જાહેર કરાયું
  • જિલ્લામાં SSCનું 64.68 % પરિણામ જાહેર
  • 29502 પૈકી 29148 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
  • A1 કેટેગરીમાં 44 વિદ્યાર્થીઓ
  • A2 કેટેગરીમાં 782 વિદ્યાર્થીઓ
  • B1 કેટેગરીમાં 2142 વિદ્યાર્થીઓ
  • B2 કેટેગરીમાં 4141 વિદ્યાર્થીઓ
  • C1 કેટેગરીમાં 6310 વિદ્યાર્થીઓ
  • C2 કેટેગરીમાં 4863 વિદ્યાર્થીઓ
  • D કેટેગરીમાં 572 વિદ્યાર્થીઓ
  • E1 કેટેગરીમાં 5992 વિદ્યાર્થીઓ
  • E2 કેટેગરીમાં 4302 વિદ્યાર્થીઓ
  • EOC કેટેગરીમાં 18854 વિદ્યાર્થીઓ
Last Updated : Jun 9, 2020, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details