મહેસાણાવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 72માં જન્મ દિવસે (PM Modi birthday) 7200 રોપા રોપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મો જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે માનવસર્જિત જંગલ આવેલું છે. તેવા ઋષિવનમાં ગ્રીન એમ્બેસેડર (Rishivan Green Ambassador ) જીતુ પટેલ દ્વારા અને અન્ય પર્યાવરણપ્રેમી સંસ્થાઓ દ્વારા અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 72માં જન્મ દિવસે 7200 રોપા રોપી શુભેચ્છા પાઠવવામાં આવી - Environmentally oriented work on PM Modi Birthday
મહેસાણામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન (PM Modi birthday ) નિમિતે અનોખું આયોજન કરવાં હતું. માનવસર્જિત જંગલમાં 7200 રોપા રોપીને પર્યાવરણની જાળવણી અંગે ઋષિવનમાં ગ્રીન એમ્બેસેડર દ્વારા અને અન્ય પર્યાવરણપ્રેમી સંસ્થાઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીના 72માં જન્મ દિવસે ઉજવણીના ભાગરૂપે વૃક્ષોને લઇ વનરાઈ (Tree plantation organized on PM Modi birthday) સર્જાય છે.
પર્યાવરણ પ્રેમીઓની ટીમજેમાં સમગ્ર પર્યાવરણ પ્રેમીઓની ટીમ દ્વારા ઋષિવનમાં નરેન્દ્ર મોદીના 72માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે 7200 છોડવાઓ વાવણી કરી અને પર્યાવરણ માટે સેવા કાર્ય કરી વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી છે. મહેસાણા નજીક આવેલા ઋષિવનમાં (Rishivan near Mehsana) લાખો વૃક્ષોને લઇ વનરાઈ સર્જાય છે. ત્યાં આજે વધુ એક વાર 7200માં આવતા પર્યાવરણના જતનમાં વધારો થયો છે.
સેવા કાર્ય પ્રેરણા રૂપ બન્યુંવડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ (Tree planting program on PM Modi birthday) યોજાયો હોય અન્ય લોકો માટે પણ આ સેવા કાર્ય પ્રેરણા રૂપ બન્યું છે. મહત્વનું છે કે ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ દ્વારા આગામી દિવસમાં સાબરકાંઠા જિલ્લામાં 7200 વૃક્ષ વાવી ફરી એકવાર વડાપ્રધાનને શુભેચ્છા પાઠવવાની સાથે પર્યાવરણ લક્ષી કાર્ય (Environmentally oriented work on PM Modi Birthday) કરવામાં આવશે.