ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા સ્મશાનમાં દર્દનાક સ્થિતિ, અંતિમ સંસ્કાર કરનારાની આંખોમાં પાણી સુકાતા નથી - કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર

મહેસાણા જિલ્લામાં કરોના સંક્રમણ વધવાની સાથે મૃત્યુ આંક પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. અંતિમ સંસ્કાર માટે ઓપરેટર દ્વારા પહેરવામાં આવતી PPE કીટ કેટલી મોટી સંખ્યામાં ઢગલો થાય છે. અહીંના ઓપરેટર 200થી વધુ કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યાં છે.

મહેસાણા સમાચાર
મહેસાણા સમાચાર

By

Published : Apr 17, 2021, 2:38 PM IST

Updated : Apr 17, 2021, 5:06 PM IST

  • કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત મામલે તંત્ર મૌન
  • મહેસાણાના સ્મશાનમાં 200થી વધુ કોરોનાગ્રસ્ત મૃતદેહોને અંતિમ વિદાય
  • લોકોના મોત થતા દુઃખી છે અહીંના ભઠ્ઠી ઓપરેટર

મહેસાણા :કોરોના કાળ સમગ્ર ભારત માટે આકરો સાબિત થયો છે. આ મહામારી સમયે રાજ્યના મહેસાણા જિલ્લામાં કરોના સંક્રમણ વધવાની સાથે મૃત્યુ આંક પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત મામલે એક તરફ તંત્ર મૌન છે. ત્યાં બીજી તરફ સ્મશાનગૃહમાં આ મહામારીથી કેટલીય માનવ જિંદગી હોમાઈ રહી છે.

ઓપરેટર દ્વારા પહેરવામાં આવતી PPE કીટ કેટલી મોટી સંખ્યામાં ઢગલો

તેની વાસ્તવિકતાની તસ્વીરો દર્શાવી રહ્યા છે. મહેસાણા સ્મશાનની આ દર્દનાક તસ્વીરો જોતા જ સમજાઈ શકે છે. એક કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમસંસ્કાર માટે ઓપરેટર દ્વારા પહેરવામાં આવતી PPE કીટ કેટલી મોટી સંખ્યામાં ઢગલો થયેલી છે. જે જોતા એક દિવસમાં કેટલા મોત થયા હશે તેનો અંદાજ લગાવી શકાય છે. મળતી માહિતી પ્રમાણે, આ સ્મશાન ગૃહની ચાર ભઠ્ઠી વચ્ચે એક ઓપરેટર છે અને તેમને પોતાના હૃદય પર પથ્થર મૂકી આ દર્દનાક સંજોગોમાં પણ અત્યાર સુધી 200થી વધુ કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમસંસ્કાર કર્યાં છે.

અંતિમ સંસ્કાર કરનારાની આંખોમાં પાણી સુકાતા નથી

આ પણ વાંચો : રાજકોટમાં આ સ્મશાનના સંચાલકે એક વર્ષમાં 1,600 મૃતદેહોની કરાવી અંતિમવિધિ

4થી લઈને 10 તો ક્યારેક 10થી 19 જેટલી કોરોનાગ્રસ્ત દર્દી મોતને ભેટે

મહેસાણા નિજધામ ખાતે કમલેશ સોલંકી પોતે છેલ્લા કેટલાય વર્ષો અહીં સ્મશાન ગૃહમાં ભઠ્ઠી ઓપરેટર તરીકે પોતાની ફરજ બજાવે છે. તેઓ ફરજ કાળમાં પહેલી વાર આ કોરોના મહામારીએ તેમને અતિ દુઃખી કર્યા છે. રોજે-રોજ 4થી લઈને 10 અને ક્યારેક તો 10થી 19 જેટલી કોરોનાગ્રસ્ત દર્દી મોતને ભેટતા તેમના મૃતદેહ લાવવામાં આવે છે. આ સ્મશાનગૃહમાં 4 ભઠ્ઠીનું માત્ર એક ઓપરેટર તરીકે કમલેશ સોલંકી સંચાલન કરે છે.

આ પણ વાંચો : સુરતમાં પરિસ્થિતિ વણસી, યુદ્ધના ધોરણે નવા સ્મશાનગૃહની કામગીરી શરૂ

મોટી સંખ્યામાં લોકોના મૃતદેહ આવતા ઓપરેટર દુઃખી થઈ રહ્યા

મોટી સંખ્યામાં લોકોના મૃતદેહ આવતા પોતે દુઃખી થઈ રહ્યા છે છતાં હૃદય પર પથ્થર મૂકી તેઓ તમામ મૃતદેહોના અંતિમસંસ્કાર કરે છે. આ કામ માટે તેમને પણ પોતાની જાતનું જોખમ છે. પરિવારજનો દ્વારા હિંમત મળતા તેઓ આ કામમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમના ઉપરી અધિકારીઓનો પણ તેમને સારો સહકાર છે.

મહેસાણા સ્મશાનમાં દર્દનાક સ્થિતિ

8 હજારના પગાર પર કામ કરી ઓપરેટર પોતાની ફરજ નિભાવે

માત્ર 8 હજારના પગાર પર કામ કરી આ ઓપરેટર પોતાની ફરજ નિભાવી રહ્યા છે, પરંતુ 35 વર્ષની વય ધરાવતા સહિતના મૃતદેહ આવતા પીટ અત્યન્ત દુઃખી છે. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા છે. મહેસાણા સ્મશાનગૃહમાં આવતા મૃતદેહ અને PPE કીટનો ઢગલો જોતા કદાચ કોઈપણની આંખોમાં આંસુ આવી શકે છે. ત્યારે આ પરિસ્થિતિ ક્યારે બદલાય છે અને સામન્ય જનજીવન પુનઃ ક્યારે પ્રસ્થાપિત થાય છે તે એક મોટો સવાલ છે..?

Last Updated : Apr 17, 2021, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details