- મહેસાણાના કડી તાલુકામાં આવેલા કડી કલ્યાણપુરા રોડ પર અકસ્માત
- અકસ્માતને પગલે બંને વાહનો ગરનાળામાં ખાબક્યા હતા
- અકસ્માતમાં ટ્રેક્ટરચાલકના પત્ની અને કારમાં સવાર 5 લોકો ઈજાગ્રસ્ત
- મૃતક ખેડૂત ટામેટા ભરેલું ટ્રેકટર લઈ ખેતરેથી ઘરે જતા અકસ્માતનો ભોગ બન્યા
મહેસાણાઃ જિલ્લાના કડી તાલુકામાં આવેલા કડી કલ્યાણપુરા રોડ પર ખાવડ ગામમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આમાં ખાવડ ગામના નટવર પટેલ પોતાના ખેતરેથી ટામેટા ભરેલું ટ્રેક્ટર લઈ પત્ની સાથે ઘરે જઈ રહ્યા હતા, ત્યારે કડીથી કલ્યાણપૂર તરફ પૂરઝડપે જતી એક કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો. તે સમયે ધડાકાભેર અથડાયેલા બંને વાહનો નજીકમાં આવેલા ગરનાળામાં જઈ ખાબક્યા હતા.