મહેસાણા: મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાંથી શરૂ થતી અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે તારંગા હિલ સ્ટેશન આવેલું છે જ્યાં વસંત ઋતુમાં સમગ્ર પર્વતીય વિસ્તાર લીલોછમ જોવા મળી રહ્યો છે.
તારંગા હિલસ્ટેશન પર ઉમટ્યા સહેલાણીઓ, માણ્યો પ્રાકૃતિક નજારાનો આનંદ અહીં વરસાદી માહોલ વચ્ચે ચારે તરફ વાદળો અને ભેજ રહેતા વાતાવરણમાં ઠંડક અનુભવાય છે ત્યારે હાલમાં સોળે કળાએ ખીલી ઉઠેલા તારંગા હિલસ્ટેશનનો પ્રાકૃતિક નજારો નિહાળવા દૂર દૂરથી પર્યટકો આ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે.
તારંગા હિલસ્ટેશન પર ઉમટ્યા સહેલાણીઓ, માણ્યો પ્રાકૃતિક નજારાનો આનંદ સામન્ય રીતે જોવા અને ફરવા લાયક સ્થળો પર પ્રવેશ ફી થી લઈ રાઈડ ફી જેવા ટિકિટ દર પ્રવાસીઓનો પ્રવાસ મોંઘોદાટ બનાવી દેતા હોય છે. તારંગા હિલસ્ટેશન પર ઉમટ્યા સહેલાણીઓ, માણ્યો પ્રાકૃતિક નજારાનો આનંદ પરંતુ અહીં તારંગા હિલસ્ટેશને આવતા લોકો કુદરતી વાતાવરણમાં પર્વતો પર ટ્રેકિંગ કરી અવનવી રમતગમત કરતા પ્રકૃતિના ખોળે બેસી અદ્ભુત સૌંદર્ય માણતા જોવા મળી રહ્યા છે.
તારંગા હિલસ્ટેશન પર ઉમટ્યા સહેલાણીઓ, માણ્યો પ્રાકૃતિક નજારાનો આનંદ આ ઉપરાંત અહીં જુદા- જુદા બે જૈન સંપ્રદાયો દિગંબર તેમજ શ્વેતામ્બર તીર્થોના દર્શનનો લાભ પણ પ્રવાસીઓને મળે છે. તારંગા હિલસ્ટેશન પર ઉમટ્યા સહેલાણીઓ, માણ્યો પ્રાકૃતિક નજારાનો આનંદ તેમજ આસપાસના પર્વતોમાં પણ અનેક એવા નાનામોટા મંદિરો અને ડેરીઓ આવેલી છે જે તારંગા હિલસ્ટેશન વિસ્તાર તપોભૂમિ હોવાનો સંકેત આપી રહ્યા છે.
તારંગા હિલસ્ટેશન પર ઉમટ્યા સહેલાણીઓ, માણ્યો પ્રાકૃતિક નજારાનો આનંદ પર્યચકો પણ આ સ્થળનો વધુને વધુ વિકાસ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
- મહેસાણાથી રોનક પંચાલનો વિશેષ અહેવાલ