ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ઊંઝા ઉમિયા માતાજીના કર્યા દર્શન

મહેસાણા જિલ્લાના ઊંઝાની મુલાકાત ખેડૂત નેતા રાકેશ ટિકૈતે લીધી હતી. મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતુ કે આ ગુજરાત છે, આ સરદાર પટેલનું ગુજરાત છે. હાલમાં ગુજરાતમાં ખેડૂતો ભયમાં છે, તેમને તેમના પાકોના સારા ભાવો નથી મળી રહ્યાં અને આગામી એક મહિનામાં ખેડૂતો ગુજરાતના રસ્તાઓ પર આવી આંદોલન કરશે. ખેડૂતોને બટાટાના ભાવ નથી મળતા.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ઊંઝા ઉમિયા માતાજીના કર્યા દર્શન
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ઊંઝા ઉમિયા માતાજીના કર્યા દર્શન

By

Published : Apr 5, 2021, 3:59 PM IST

  • ગુજરાતમાં આવી રાકેશ ટિકૈતે આપ્યા નિવેદનો
  • આ પટેલનું ગુજરાત છે
  • ગુજરાતમાં પણ આંદોલન થશે
  • ખેડૂતોને બટાટાના ભાવ મળતા નથી

મહેસાણાઃ જિલ્લાના ઊંઝાની મુલાકાત ખેડૂત નેતા રાકેશ ટિકૈતે લીધી હતી. તેમણે નિવેદન આપ્યું છે કે, આ ગુજરાત છે, આ સરદાર પટેલનું ગુજરાત છે. હાલમાં ગુજરાતમાં ખેડૂતો ભયમાં છે, તેમને તેમના પાકોના સારા ભાવો નથી મળી રહ્યાં અને આગામી એક મહિનામાં ખેડૂતો ગુજરાતના રસ્તાઓ પર આવી આંદોલન કરશે. ખેડૂતોને બટાટાના ભાવ નથી મળતા.

ગુજરાતમાં પણ આંદોલન થશે

આ પણ વાંચોઃ ગુજરાતના ખેડૂતોએ આંદોલન કરવું પડશેઃ પાલનપુરમાં રાકેશ ટિકૈત

રાકેશ ટીકૈત અને શંકરસિંહ વાઘેલાએ સાથે ઉમિયા માતાજીના દર્શન કર્યા

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અનેક યોજનાઓ કાર્યરત કરાયેલી છે ત્યારે ખેડૂતોના હિત સમજી સરકારે તાજેતરમાં નવા કૃષિ કાયદાની વાત છેડતા પંજાબ હરિયાણા સહિતના ખેડૂતો આંદોલન પર ઉતરી આવી સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતે દિલ્લી સુધી ખેડૂત આંદોલન છેડયા બાદ હવે ગુજરાત ખાતે બે દિવસના પ્રવાસ પર છે. રવિવારે ટિકૈતે અંબાજીથી શરૂ કરેલા ગુજરાત પ્રવાસમાં દિવસના અંતે શંકરસિંહ વાઘેલા સાથે ઊંઝાની મુલાકાત લીધી હતી. તેમણે ઉમિયા માતાજી મંદિરે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ટિકૈતની સાથે તેમના સમર્થકો પણ જોડાયા હતા.

ગુજરાતમાં આવી રાકેશ ટિકૈતે આપ્યા નિવેદનો

આ પણ વાંચોઃ 4થી એપ્રિલે ગુજરાત આવી રહેલા રાકેશ ટિકૈત કોણ છે ?

ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે ટિકૈત મહેસાણાના ઊંઝા પહોંચ્યા

ખેડૂતોના હિત માટે કાર્યકર્તા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૂળ મહેસાણા જિલ્લાના વતની છે. નવા કૃષિ કાયદામાં ખેડૂતોનું હિત હણાતું હોવાની વાત લઈ આંદોલન કરી રહેલા રાકેશ ટિકૈત વડાપ્રધાન સુધી તો ન પહોંચી શક્યા પરંતુ બે દિવસના તેમના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદીના હોમ ટાઉન મહેસાણા જિલ્લાના ઊંઝા પહોંચ્યા છે. જ્યાં તેઓ ઉમિયા માતાજીના દર્શન કરી સ્થાનિકો અને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી.

રાકેશ ટીકૈત અને શંકરસિંહ વાઘેલાએ સાથે ઉમિયા માતાજીના દર્શન કર્યા

ABOUT THE AUTHOR

...view details