- મહેસાણામાં રાજ કેમિકલ ફેક્ટરીમાં ટેન્કર ભરી ઝેરી ગેસ લવાયો હતો
- ઝેરી કેમિકલ ટાંકીમાં ખાલી કરતા 3 મજૂરોના મોત
- સલામતીના સાધનો ન રાખ્યા હોઈ ફેકટરી સંચાલકો સામે ફરિયાદ
મહેસાણા : જિલ્લામાં આવેલ મંડાલી ખાતેની સોમેશ્વર GIDCમાં રાજ કેમિકલ નામની ફેક્ટરીમાં ટેન્કરમાં ભરીને હવામાં ફેલાય તેવો ઝેરી ગેસ કેમિકલ લાવવામાં આવ્યો હતો. જે કેમિકલ ફેક્ટરીમાં કામ કરતા ચાર મજૂરો પાસે ટાંકીમાં ખાલી કરાવતા ફેક્ટરી સંચાલકે કોઈ તકેદારીના સાધનો જોડે રાખેલા ન હતા. જેથી કેમિકલમાંથી છૂટેલા ગેસને પગલે મજૂરોને ગેસ ગળતર થતા સારવાર હેઠળ ખસેડાયા હતા. જો કે 108ની મદદથી હોસ્પિટલાઈઝ કરાયેલ 3 શખ્સોને હાજર તબીબે મૃત જાહેર કર્યા છે.
ફેકટરી સંચાલકો સામે નોંધાઇ ફરિયાદ