ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેરાલુ GIDCમાં મિલમાં અને કડી રંગપુરડામાં જીંનિંગ શોર્ટ-સર્કિટથી આગ ભભૂકી

મહેસાણા જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ આગના બનાવ બન્યા હતા. જોકે, આ ત્રણેય જગ્યાએ લાગેલી આગમાં કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

Mehsana
ખેરાલુ GIDC

By

Published : Nov 5, 2020, 12:46 PM IST

  • ખેરાલુ GIDCમાં મિલમાં અને કડી રંગપુરડામાં જીંનિંગમાં શોર્ટ-સર્કિટથી આગ
  • મહેસાણા જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ આગના બનાવ
  • કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી

મહેસાણા : જિલ્લાના ખેરાલુ GIDCમાં આવેલા ઓઇલ મિલ અને જીનમાં સ્ટાર્ટર બંધ કરવા જતાં શોર્ટ સર્કિટથી ફેકટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખેરાલુ, વિસનગર, મહેસાણા અને વડનગર નગરપાલિકાની ફાયર ટીમને અગ્નિશામક સાધનો સાથે બોલાવી આગ પર કાબુ લેવા જહેમત ઉઠાવવામાં આવી હતી. જ્યાં કલાકો સુધી પાણીનો મારો ચલાવી ફાયર ટીમો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ લેવામાં આવ્યો હતો. ત્યારે એક અંદાજ પ્રમાણે ફેકટરીમાં લાગેલી આગને પગલે અંદાજે 40 લાખનો માલ અને 25 લાખની મશીનરીને નુકસાન પહોંચ્યું છે. જોકે, કોઈ જાનહાનિનો બનાવ બનવા પામ્યો નથી.

વિવેકાનંદ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં કપાસની ગાસડીઓના ગોડાઉનમાં શોર્ટ સર્કિટ

કડી રંગપુરડા ખાતે આવેલા વિવેકાનંદ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં કપાસની ગાસડીઓના ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાને પગલે આગ ભભૂકી ઉઠી હતી. જોકે, કપાસની ગાંસડીઓ હોવાથી આગ જોત જોતામાં વિકરાળ બની હતી. જેને પગલે કડી પાલિકાની ફાયર ટીમને જાણ કરતા ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યાં ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જોકે, આગને પગલે કોઈ જાનહાની થવા પામી ન હતી. તો ગોડાઉનમાં લાગેલ આગને પગલે માલ મિલકતના નુકસાન મામલે કોઇ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details