મહેસાણા: કડી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ચોરી થવાની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મોબાઈલ ચોરો લોકોને વાતચીતમાં રાખી ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લેતા હોય છે. કડીના ધારાસભ્ય કરશન સોલંકી શહેરના ભાગ્યોદય સર્કલ પાસે કોઈ કામથી ઉભા હતા. ત્યારે તેમની બાજુમાં આવેલા ત્રણ ટાબરીયા પૈકી એકે તેમના ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લીધો હતો. પરંતુ ધારાસભ્યને તરત જ ઘટનાની જાણ થઇ જતાં તેમણે મોબાઈલ ચોરીને ભાગતાં ટાબરીયાને ઝડપી લીધા હતા અને કડી પોલીસને હવાલે કર્યા હતા. કડી પોલીસે સાંજ સુધી મોબાઈલ ચોરી કરીને ભાગતા શખ્સો સામે કોઈ ગુન્હો દાખલ કર્યો નહતો.
કડી ધારાસભ્યનો મોબાઈલ ફોન સેરવીને ભાગતા ત્રણ ટાબરીયા ઝડપાયા - ધારાસભ્ય
કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીના ખિસ્સામાંથી મોબાઈલ ફોન સેરવીને ભાગતા ત્રણ ટાબરીયાને ધારસભ્યએ પકડી પાડી પોલીસ હવાલે કર્યા હતા. જોકે કડી પોલીસે પકડાયેલા ટાબરીયાઓ વિરુદ્ધ સાંજ સુધીમાં કોઈ ગુન્હો દાખલ કર્યો નહતો.

કડી ધારાસભ્ય
કડી ધારાસભ્યનો મોબાઈલ ફોન સેરવી લઈ ભાગતા ત્રણ ટાબરીયા ઝડપાયા
કડી શહેરમાં મોબાઈલ ચોરાઈ જવાની ઘટના વધી રહી છે. મળતી માહિતી પ્રમાણે થોડા સમયથી નાના ટાબરીયાની એક ટોળકી મોબાઈલ ચોરી કરી રહી છે. જેનો એક સભ્ય થોડા દિવસ પહેલા પોલીસના હાથે ચડી ગયો હતો અને તેણે મોબાઈલ ચોરી કબૂલી પણ હોવાનું જાણવા મળ્યું છે.