ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગર સ્મશાનગૃહ માટે કમાણા ગામના યુવકોએ 3 ટ્રેકટર લાકડા મોકલી સેવાકાર્યના સહયોગી બન્યા - 3 tractor wood

કોરોના કાળમાં લોકો જેમ બને તેમ સમાજની મદદ કરી રહ્યા છે. હાલ કોરોના મૃત્યુંઆંકમાં વધારો થયો છે જેના કારણે સ્મશાનગૃહમાં લાકડાની કમી વર્તાઈ રહી છે. વિસનગનરના બે યુવકોએ 3 ટેક્ટર ભરીને સ્મશાનમાં લાકડા આપ્યા છે.

corona
વિસનગર સ્મશાનગૃહ માટે કમાણા ગામના યુવકોએ 3 ટ્રેકટર લાકડા મોકલી સેવકાર્યના સહયોગી બન્યા

By

Published : Apr 26, 2021, 2:24 PM IST

Updated : Apr 26, 2021, 2:41 PM IST

  • વિસનગર સ્મશાનગૃહ માટે કમાણા ગામના યુવકોએ 3 ટ્રેકટર લાકડા મોકલી સેવાકાર્યના સહયોગી બન્યા
  • 10 ટ્રેકરર લાકડા આપવાનો લક્ષાંક
  • હાલ કપરા સંજોગો જોતા યુવાનોએ સ્મશાનગૃહમાંનએ સહયોગ આપવા કર્યો પ્રેણાત્મક પ્રયાસ

મહેસાણા: જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાને લઈ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે, હવે સ્મશાનગૃહોમાં મૃતદેહોની અંતિમ વિધિ માટે પણ લકડા સહિતનો જથ્થો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે,આ પરિસ્થિતિમાં મહેસાણા જિલ્લાના વિસનગર સ્મશાનગૃહમાં તાલુકાના કમાણા ગામના યુવકોએ 3 ટ્રેકટર ભરી લાકડાઓ આપી પોતાનો સહયોગ પૂરો પાડ્યો છે.

આ પણ વાંચો : બારડોલીના 2 ભાઈઓએ કોરોના દર્દીઓની સેવા માટે પોતાની ઇનોવા કારને બનાવી એમ્બ્યુલન્સ


કપરી સ્થિતિમાં કમાણા ગામના યુવકોનું પ્રેરણાદાયી કાર્ય

સામાન્ય રીતે સેવા કરવાનો વિચાર એ માણસને સતકર્મો સુધી લઈ જાય છે ત્યારે વિસનગર તાલુકાના કમાણા ગામના યુવકોએ હાલની આ મહામારીની સ્થિતિ જોતા સ્મશાનગૃહોમાં આવતા મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે જરૂરી લાકડાની જરૂરિયાત પૂરી કરવા પોતાના કામમાં ખૂણે ખાંચડે પડી રહેલા બિન ઉપયોગી જોવા મળતા લાકડાઓનો જથ્થો એકત્ર કરી 3 ટ્રેક્ટરની ટ્રોલી ભરાય તેટલા લાકડાઓ ભરી વિસનગર સ્મશાનગૃહમાં મોકલી અપાશે છે તો આ યુવાનો 10 ટ્રેકટર જેટલા લાકડા આપી સહયોગ આપવાનો લક્ષ સેવી રહ્યા છે ત્યારે હાલની આ સ્થિતિમાં જેટલું આરોગ્ય કક્ષેત્રે મદદની જરૂરિયાત રહેલી છે ત્યાં બીજી તરફ સ્મશાનગૃહોમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપવામાં આવે તે પણ સમાજ માટે એક મોટી મદદ સાબિત થઈ રહી છે.

Last Updated : Apr 26, 2021, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details