ધરોઈ ડેમની જળ સપાટી અવિરત વધારો નોંધાયો
- ધરોઈ ડેમની સપાટી 617 ફૂટ નોંધાઇ
- ડેમમાં 81 ટકાથી વધુ પાણીનો જથ્થો
- ધરોઈ ડેમમાં પાણીની ભારે આવકને પગલે એલર્ટ જાહેર કરાયું
મહેસાણાઃ જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમમાં રવિવારે પાણીની ભરપૂર આવક નોંધાઇ હતી, જેને પગલે ડેમમાં 81.23 ટકા પાણીનો સંગ્રહ થયો છે, ભારે વરસાદને પગલે રવિવારના રોજ ડેમની જળ સપાટીમાં 2 ફૂટનો વધારો થયો છે, જેથી હાલમાં ડેમની જળ સપાટી 617 ફૂટ નોંધાઇ છે.
મહત્વનું છે કે, ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે, ત્યારે હવે માત્ર 5 ફૂટ જેટલી જળ સપાટી ભરાવવામાં બાકી રહી છે, જેથી 622 ફૂટ જળ સપાટી નોંધાયા તે પહેલાં ડેમ પરથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે.