ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં જિલ્લા પોલીસનો ઉત્તમ બંદોબસ્ત, ચોવીસ કલાક મહાઉત્સવ પર બાજ નજર - મહેસાણા જિલ્લા

મહેસાણા: જિલ્લામાં 10 વર્ષે ઊંઝા ખાતે આવેલા પ્રસિદ્ધ ઉમિયા માતાજીનો લક્ષચંડી મહાયજ્ઞ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ મહાયજ્ઞમાં મહેસાણા જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત પૂરો પાડી પોલીસ બેડામાં મોડલ બંદોબસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.

Mehsana
Mehsana

By

Published : Dec 22, 2019, 8:18 AM IST

ઊંઝા ખાતે ઉજવાઈ રહેલા લક્ષચંડી મહાયજ્ઞમાં ચોથા દિવસે 8 લાખ લોકોનો ભારે ઘસારો રહ્યો હતો. તો શરૂઆતના દિવસથી આ ચાર દિવસ દરમિયાન ઉમિયા માતાજી મંદિર અને યજ્ઞ સ્થળની અંદાજે 20થી 25 લાખ લોકોએ મુલાકાત લીધી છે. ત્યારે લોકોની સુરક્ષા અને સલામતી માટે 24 કલાક તૈનાત પોલીસ તંત્રએ વાહન ટ્રાફિક, માર્ગ નિયમન, ચેકીંગ, સહિતની કામગીરી બખૂબી નિભાવતા લક્ષચનદીમાં પોલીસનો મોડલ બંદોબસ્ત જોવા મળ્યો છે.

મહત્વનું છે કે, મહેસાણા જિલ્લા પોલીસ વડા મનિષસિંહ દ્વારા ગુજરાત પોલીસના માર્ગદેશન હેઠળ 2000 પોલીસ કોન્સ્ટેબલ, 150 PSI, 50 PI, 14 DYSP, 8 ક્રાઇમબ્રાન્ચની ટીમો, તેમજ 250થી 300 CCTV કેમેરા, ઘોડેસવાર પોલીસ કર્મીઓ, એન્ટી બૉમ્બ સ્કોડ, સ્નેપર ડોગ સ્કોડ , થકી રાત દિવસ 24 કલાક ચેકીંગ કરી પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મહાઉત્સવ પર બાજ નજર રાખતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં જિલ્લા પોલીસનો ઉત્તમ બંદોબસ્ત જોવા મળ્યો

મહેસાણા પોલીસ તંત્ર દ્વારા ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીઓના ભાગ રૂપે એક વિશેષ ટ્રેનિંગ ગોઠવી એક મહિના પહેલા જ તમામ સ્ટાફને ટ્રાફિક સંચાલન માટે જાણ કરી દેવામાં આવી હતી. જેમાં પોલીસે જિલ્લાના કુલ 9 માર્ગો પર ડાયવર્ઝન આપ્યા છે તો જિલમાં તમામ મહત્વની જગ્યાઓ પર કોઈ મુસાફર પરેશાન ન થાય તે માટેની કાળજી રાખવામાં આવી છે.

કોઈપણ મુસાફરોને પરેશાની ન થાય માટે વિવિધ જગ્યાએ પોલીસ હેલ્પ ડેસ્ક બનાવી જનતાની જરૂરી માહિતી આપવામાં આવી રહી છે. તે સાથે પોલીસ માટે આકસ્મિક VVIP બંદોબસ્ત આવે ત્યારે પણ મહેસાણા જિલ્લા પોલીસે તે બંદોબસ્તને ખૂબ સુંદરતાથી નિભાવ્યો છે. જેમાં ASLથી લઈ ઇમરજન્સી સુધીની સેવાઓ માટે મહેસાણા પોલીસે ઉત્તમ કામગીરી દર્શાવી છે. જેને કારણે આ મહામહોત્સવ દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના જોવા મળી નથી.

ABOUT THE AUTHOR

...view details