ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં પીવાના પાણીની ગુણવત્તા અને પાણીના સ્ત્રોત અંગે ETV Bharatની ટીમે તપાસ કરી - ETV Bharat

મહેસાણા શહેરમાં પાણીની ગુણવત્તા અને પાણીના સ્ત્રોત અંગે ETV Bharatની ટીમે તપાસ કરી હતી. આ માટે મહેસાણા નગર સેવા સદનના મુખ્ય અધિકારી પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, મહેસાણા શહેરના પાણી માટેના મુખ્ય 2 સ્ત્રોત છે, જેમાં નર્મદાના નીર અને ટ્યૂબવેલનો સમાવેશ થાય છે. તો આ અંગે પ્રસ્તુત છે વિશેષ અહેવાલ.

મહેસાણામાં પીવાના પાણીની ગુણવત્તા અને પાણીના સ્ત્રોત અંગે ETV Bharatની ટીમે તપાસ કરી
મહેસાણામાં પીવાના પાણીની ગુણવત્તા અને પાણીના સ્ત્રોત અંગે ETV Bharatની ટીમે તપાસ કરી

By

Published : May 14, 2021, 12:24 PM IST

  • મહેસાણા શહેરમાં પીવાના પાણીની કેવી છે ગુણવત્તા અને કેટલા છે પાણીના સ્ત્રોત, જુઓ
  • મહેસાણા શહેરમાં નર્મદાના નીર અને ટ્યુબવેલ દ્વારા પાણી આપવામાં આવે છે
  • શહેરમાં નદી કે તળાવ ન હોવાથી પાણીના સ્ત્રોત તરીકે ટ્યુબવેલ અને નર્મદાનું નીર વિકલ્પ છે
  • શહેરના 40 પાણીની ટાંકીઓ અને પંંપ આવેલા છે
  • દર મહિને પાણીનું ટેસ્ટિંગ કરાય છે, જેમાં કોઈ રાસાયણિક પ્રદૂષણ સામે આવ્યા નથી
  • ટાંકી અને સંપના પાણીને ક્લોરીફિકેશન કરી વપરાશમાં લેવામાં આવે છે
  • નર્મદાના નીર ફિલ્ટર પ્લાન્ટથી જ શુદ્ધ થઈને આવે છે

મહેસાણાઃ શહેરમાં પાણીની ગુણવત્તા અને સ્ત્રોત વિશે ETV Bharat દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ માટે મહેસાણા નગર સેવા સદનના મુખ્ય અધિકારી પાસેથી માહિતી મેળવવામાં આવી હતી, જે મુજબ મહેસાણાને પાણી માટેના મુખ્ય બે સ્ત્રોત છે. એટલે કે મહેસાણાને નર્મદાના નીર અને ટ્યૂબવેલના માધ્યમથી પાણી મળી રહે છે. મહેસાણાના લોકોને પીવાના અને વપરાશના કામ માટે પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે. મહેસાણા શહેરના આવતું નર્મદાનું નીર આગળથી જ ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ થઈ આવી રહ્યું છે. તો ટ્યૂબવેલ દ્વારા લેવામાં આવતું પાણી સંપમાં અને ઓવરહેડ ટેન્કમાં ભરી ક્લોરિફિકેશન દ્વારા શુદ્ધ કરવામાં આવે છે.

મહેસાણા શહેરમાં નર્મદાના નીર અને ટ્યુબવેલ દ્વારા પાણી આપવામાં આવે છે
આ પણ વાંચોઃધરમપુરના ગામોમાં મહિલાઓને દોઢ કિ.મી. ચાલીને જવું પડે છે પાણી લેવા


દર એક મહિને મહેસાણા નગરપાલિકા દ્વારા અપાતા પાણીનું ટેસ્ટિંગ કરાય છે

મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં લાખો નાગરિકો રહે છે. આથી શહેરમાં દિવસ દરમિયાન પાણીની ખૂબ મોટી જરૂરિયાત રહેતી હોય છે ત્યારે પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી નાગરિકો સુધી શુદ્ધ પાણી બની જાય માટે પાણી શુદ્ધિકરણની સાથે સાથે પાણીની ગુણવત્તા ચકાસણી કરવામાં આવે છે. મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરને આપવામાં આવતાં પાણીના દર મહિને સેમ્પલ ચકાસવામાં આવે છે, જેથી પાણીમાં કોઈ પ્રદૂષણ કે રાસાયણિક ભેળસેળ હોય તો માલુમ પડે. જોકે, હજી સુધી કોઈ પરિક્ષણમાં આ પ્રકારે કોઈ જોખમ જોવા મળ્યું નથી.

શહેરના 40 પાણીની ટાંકીઓ અને પંંપ આવેલા છે
આ પણ વાંચોઃ ખેડામાં ભર ઉનાળે પીવાના પાણી માટે લોકો વેઠી રહ્યા છે મુશ્કેલી
ટાંકી અને સંપના પાણીને ક્લોરીફિકેશન કરી વપરાશમાં લેવામાં આવે છે

નિષ્ણાતોના મતે પ્રદૂષિત પાણી સ્વસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે

મહેસાણા શહેરમાં પીવાનું પાણી શુદ્ધ કરી આપવામાં આવી રહ્યું છે ત્યારે પાણીમાં રહેલા પ્રદૂષણ અંગે નિષ્ણાતોનો મત મેળવતા દૂષિત પાણી કે રાસાયણિક તત્વો ભેળસેળયુક્ત પાણી એ સજીવના આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પાણીમાં જરૂરી મિનરલ્સ સિવાય અન્ય કોઈ પ્રદૂષણ ભેળસેળ થયેલી હોય તો તે ચામડીના રોગો, પેટ-આંતરડાના રોગો, તાવ, ઉધરસ, ડાયેરિયા, કેન્સર જેવી નાની-મોટી બીમારીનું કારણ પણ બની શકે છે. આ માટે પાણીને હંમેશા શુદ્ધ કરીને પીવું જોઈએ. પાણીમાં જરૂરી મિનરલ જળવાઈ રહે અને શુદ્ધ પાણી બને તે પણ જરૂરી છે,ય સામાન્ય કિસ્સામાં પાણીને ઉકાળીને ઠાર્યા બાદ ગરણાથી ગાળીને પીવાના ઉપયોગમાં લેતા પાણીમાં બેક્ટેરિયા અને નુકસાનકારક રજકણો દૂર થાય છે અને શરીર સ્વાસ્થ્ય સારું રહે છે.

ABOUT THE AUTHOR

...view details