ગુજરાત

gujarat

ETV Bharat / state

Women Day Special : રાજ્યનું એક માત્ર પ્રિન્ટિંગ પ્રેસ, જેનું તમામ કામ મહિલાઓ સંભાળે છે, જૂઓ - Press run by women in Visnagar

વિસનગરમાં સ્ત્રી સશક્તિકરણનું (Women Day Special) ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા વિચાર સાથે પ્રેસની (Press run by women in Visnagar) શરૂઆત કરાઈ હતી. 1990માં સહકારી મંડળી બનાવી પ્રેસની શરૂઆત કરાઈ હતી. જેથી આજે આ મહિલાઓ અઢળક કમાણી મેળવી પ્રેરણાદાયી બની રહી છે.

Women Day Special : રાજ્યનું એકમાત્ર મહિલા સંચાલિત પ્રિન્ટિંગ પ્રેસ યુનિટ
Women Day Special : રાજ્યનું એકમાત્ર મહિલા સંચાલિત પ્રિન્ટિંગ પ્રેસ યુનિટ

By

Published : Mar 8, 2022, 10:27 AM IST

મહેસાણા : સૃષ્ટીમાં નારીને શક્તિનું (Women Day Special) સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે આજે મહિલા દિવસ પર સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ તો રાજ્યનું એકમાત્ર પ્રિન્ટિંગ પ્રેસ કે જે મહિલાઓ સંચાલિત છે. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા શકુન્તલા પટેલ દ્વારા 30 વર્ષ પહેલાં સહકારી મંડળી બનાવી મહિલા મુદ્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. જે સમયે આ મંડળમાં 213 સભાસદો હતા અને માત્ર 5 મહિલાઓ પ્રિન્ટિંગ પ્રેસનું (Press run by women in Visnagar) કામ કરવા તાલીમ લઈ સક્ષમ બની હતી.

રાજ્યનું એકમાત્ર મહિલા સંચાલિત પ્રિન્ટિંગ પ્રેસ યુનિટ

જરૂરિયાતમંદ બહેનો સુરક્ષિત રીતે આજીવિકા મેળવે છે

શકુન્તલા પટેલ જેવા સાહસિક મહિલાના કારણે આજે આ મંડળમાં 3700 જેટલી મહિલા સભાસદો જોડાઈ પ્રિન્ટિંગ પ્રેસ (Printing Press in Visnagar) ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરી મહિલાઓના વિકાસ અને પ્રગતિનું કાર્ય કરી રહી છે. અહીં આવતી મહિલાઓ કોઈ વિધવા છે કે કોઈ તકતા મહિલા છે તો કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારમાંથી છે.

આ પણ વાંચો :INTERNATIONAL WOMENS DAY 2022: જાણો, ગુજરાતની એ મહિલાઓ વિશે જે સિંગલ વર્કિંગ વુમનમાં ટોચ પર છે

મહિલાઓ પ્રેસમાં 2 કરોડ ટર્ન ઓવરની કમાણી કરી છે

પ્રિન્ટિંગ પ્રેસમાં વિવિધ પ્રવૃત્તિઓની તાલીમ મેળવી સ્વાભિમાન અને સુરક્ષા સાથે કાર્ય કરી આજીવિકા મેળવી રહી છે. આજે મહિલાઓ સંચાલિત આ પ્રિન્ટિંગ પ્રેસમાં 2 કરોડ ઉપરાંતનું ટર્નઓવર કરી મહિલાઓ ઉદ્યોગકારોની સમકક્ષ કમાણી કરી રહી છે. અને વ્યવસાયિક સ્પર્ધા જેવી ટેન્ડર પ્રક્રિયામાં પણ પોતાની આગવી સુજબુજ વાપરી વ્યવસાયિક કામગીરી કરતા અનેક પ્રગતિના સોપાન સર કરી રહી છે.

આ પણ વાંચો :Women’s Day Special : મહિલા દિવસ પર ETV Bharatનું અભિયાન... ચાલો અડધી આબાદીને આપીએ સંપૂર્ણ અધિકારો

1990માં સહકારી મંડળી બનાવી પ્રેસની શરૂઆત કરાઈ હતી

સંસ્થાના સંચાલક શંકુન્તલા પટેલ પણ મહિલાઓના મહેનતની કમાણી તે મહિલાઓના હાથમાં સોંપી તેમને આર્થિક રીતે સક્ષમ બનાવી રહ્યા છે. વિસનગરમાં આ મહિલા સંચાલિત પ્રિન્ટિંગ પ્રેસમાં આવતી મહિલાઓની જીવન વાસ્તવિક્તા પણ કંઈક દર્દભરી દાસ્તાન રહી છે. છતાં આ મહિલાઓ શકુંતલા પટેલ અને પ્રિન્ટિંગ પ્રેસના માધ્યમથી પ્રિન્ટિંગ, બાઇન્ડિંગ, કટિંગ, ભરત કામ, સિલાઈ કામ સહિત ટાંકણીથી લઈ ટેકનોલોજીનું કામ કરી સમાજમાં પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી (International Women's Day 2022) પ્રેરણાદાયી કાર્ય કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details