ગુજરાત

gujarat

ETV Bharat / state

માનવતા નેવે મુકી: પરિવારમાં બીજી બાળકીનો જન્મ થતા પરિવારે હત્યા કરી હોવાનો એક વર્ષે થયો ઘટસ્ફોટ - મા-બાપે જ ગળું દબાવી હત્યા કરી

કડી શહેરના કરણનગર રોડ પર આવેલા રાજભુમી ફ્લેટમાં રહેતા પરિવારમાં એક 4 વર્ષની દીકરી હતી. પરંતુ, પરિવારમાં ફરી એકવાર દીકરી જન્મતા ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પૉસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટતા પરિવારને જેલ હવાલે કરાયો.

પરિવારમાં બીજી બાળકી જન્મ લેતા મા-બાપે જ ગળું દબાવી કરી હત્યા
પરિવારમાં બીજી બાળકી જન્મ લેતા મા-બાપે જ ગળું દબાવી કરી હત્યા

By

Published : Mar 14, 2021, 12:26 PM IST

Updated : Mar 14, 2021, 2:47 PM IST

  • એક માસની દીકરીની ગળું દબાવી કરાઈ હતી હત્યા
  • પૉસ્ટમોર્ટમના રિપોર્ટને આધારે નોંધાઇ હત્યાની ફરિયાદ
  • માતા-પિતા અને દાદા-દાદી પર હત્યાનો આરોપ
    પરિવારમાં બીજી બાળકીનો જન્મ થતા મા-બાપે જ ગળું દબાવી કરી હત્યા

મહેસાણા: જિલ્લામાં જ્યાં એક તરફ બેટી બચાઓ બેટી પઢાઓની જોરશોરથી વાતો થઈ રહી છે. ત્યારે આજે પણ, દીકરીઓને ત્યજી દેવાની સાથે સાથે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. વાત કરીએ તો, કડી શહેરના કરણનગર રોડ પર આવેલા રાજભુમી ફ્લેટમાં રહેતા પરિવારમાં એક 4 વર્ષની દીકરી હતી. પરંતુ, પરિવારમાં ફરી એકવાર દીકરી જન્મતા એકમાસની ફૂલ જેવી દીકરીને ગળું દબાવી હત્યા કરી નાખવાનો આરોપ લાગ્યો છે. હત્યા બાદ પોલીસને ગૂમરાહ કરવા કુદરતી મોતનું રૂપ આપવામાં આવ્યું હતું. જો કે, એક વર્ષ બાદ આજે મહેસાણા પોલીસે દીકરીના મોત અંગે કરાવેલા પેનલ પૉસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા મૃતક દીકરીના પરિવારમાં રહેતા દાદા-દાદી અને તેના માતા-પિતા સામે હત્યાનો ગુનો નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Last Updated : Mar 14, 2021, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details