મહેસાણાના ધાર્મિક સ્થળની પવિત્ર માટી અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે એકત્ર કરાઈ - The sacred clay of the religious place was collected for the construction of the Ram temple
વર્ષો જૂનો પ્રશ્ન રામલલ્લા અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે વર્ષોથી લડત ચાલતી હતી, ત્યારે હવે ટૂંક જ સમયમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે, ત્યારે રામ મંદિરના નિર્માણ માટે ભારત દેશના પવિત્ર ધર્મ સ્થળો અને પવિત્ર નદીઓના પાણીથી રામલલ્લાના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કડી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ અંતર્ગત પવિત્ર તીર્થ સ્થાને માટી એકત્ર કરવામાં આવી હતી.
ધાર્મિક સ્થળની પવિત્ર માટી અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે એકત્ર કરાઈ
મહેસાણા : વિશ્વ હિન્દુ પરિષદ કડી દ્વારા કડીના ધર્મસ્થાન એવા અયોધ્યા ધામ રામજી મંદિર નાની કડી, દશામાં મંદિર થોળ રોડ, ઉમિયા મંદિર ભાવપુરા જેવા પવિત્ર ધર્મ સ્થળોમાંથી માટી એકત્ર કરી કળશ લઈ પૂજન કરવામાં આવ્યું હતું અને તેને હવે અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે પહોંચાડવામાં આવશે.