- મહેસાણામા ગરમીનો પારો ઉચકાતા રોડ રસ્તા સૂમસામ બન્યા
- મહેસાણામા મહત્તમ તાપમાન 39° અને લઘુત્તમ 25°
- બપોરના સમયે 36° તાપમાન સાથે આકરો તકડો જોવા મળ્યો
- મહેસાણામા બદલાતા હવામાન સાથે આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી
મહેસાણાઃ ઉનાળાની શરૂઆત થતા જ તાપની અસર અનુભવ થવા માંડી છે. ઉનાળાની શરૂઆતમા જ આકરો તાપ સહન કરવો પડે છે. મહેસાણા જિલ્લામા ભૌગોલિક સ્થિતિ મુજબ શિયાળો ઉનાળો અને ચોમાસુ ત્રણે સિઝનનો સમયાંતરે અનુભવ રહેતો હોય છે. ત્યારે હવે શિયાળા બાદ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મહેસાણા જિલ્લામા શરૂઆતના તબક્કામાં આકરો તડકો અને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે
મહેસાણામાં ગરમીનો પારો ઉચકાતા રોડ રસ્તા બન્યા સુમસાન આ પણ વાંચોઃકચ્છમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું, કંડલા 43.8 ડિગ્રી રાજ્યનું સૌથી ગરમ મથક...
જિલ્લામા 25° થી લઈ 39° તાપમાન જોવા મળ્યું, બપોરે 36°એ રોડ રસ્તા સુમસાન બન્યા
મહેસાણા જિલ્લામાં બદલાતા હવામાન સાથે હવે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે 14.8 km / કલાકની ઝડપે સૂકો પવન ફૂંકાઈ રહ્યો છે, તો રાત્રે 25° થી લઈ દિવસે 39° સુધી તાપમાન જોવા મળી રહ્યું છે. જ્યારે બપોરના સમયે 36° તાપમાન સાથે સૂર્યપ્રકાશ આકરો બનતા રોડ અને રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા હતા. તાપમાન વધતા લોકો પોતાનું સ્વાસ્થ્ય જાળવવા બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. આમ હાલમાં ઉનાળાની સિઝનમાં મહેસાણા જિલ્લામાં પણ તાપમાનનો પારો ઉચકાઈ રહેલો જોવા મળી રહ્યો છે. ત્યારે આગાળના દિવસોમાં કાળઝાળ ગરમી સહન કરવી પડશે તેવું લાગી રહ્યું હતું તેમ ઇટીવી ભારતના રોનક પંચાલે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃતાપમાન 40ને પાર જાય તેવી હવામાન વિભાગની આગાહી