- શિક્ષક પોતે દિવ્યાંગ હોઈ અન્ય દિવ્યાંગોને બનાવી રહ્યા છે આત્મનિર્ભર
- સંસ્થાના સહયોગ થકી અહીં દિવ્યાંગો વિવિધ ઉત્પાદન કરી આત્મનિર્ભર બન્યા
- શારીરિક-માનસિક રીતે દિવ્યાંગ લોકોનું બદલાઈ રહ્યું છે જીવન
મહેસાણા: આજે દિવ્યાંગ લોકોની સંઘર્ષમય જિંદગી વચ્ચે આ યુક્તિને સાર્થક સાબિત કરતા ઊંઝામાં એક દિવ્યાંગ શિક્ષકે માનવ મંદિરના સહયોગથી વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બનાવ્યા છે. ઊંઝામાં આવેલા માનવ મંદિર દ્વારા નિઃશુલ્ક સેવા આપીને દિવ્યાંગ લોકોને લાવવામાં આવે છે અને માનવ મંદિરમાં આવ્યા બાદ માનસિક કે શારીરિક દિવ્યાંગતા ધરાવતા લોકોને તેમને અનુકૂળ વાતાવરણ પ્રદાન કરીને તેમનામાં રહેલી કલા અને શક્તિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પરિણામે આજે અહીં આવેલા દિવ્યાંગ લોકો સ્વમાનભેર પોતાની જાતે દિનચર્યા મુજબ જીવન જીવતા શિખ્યા છે.
દિનચર્યાની ક્રિયાઓ દિવ્યાંગો સ્વાધારે કરી રહ્યા છે
સામાન્ય રીતે દિવ્યાંગ લોકો પોતાની દિનચર્યા પોતાની જાતે ન કરી શકતા સમાજમાં તરછોડાતા હોય છે. ત્યારે માનવમંદિરમાં કામ કરતા દિવ્યાંગ કનુભાઈ દ્વારા પોતે દિવ્યાંગ હોવાથી દિવ્યાંગોને પડતી તકલીફો સમજી સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધીની દિનચર્યા માટે ખાસ શિક્ષણ આપવામાં આવે છે. જેથી તેઓ કોઈના માથે બોજ બન્યા સિવાય પોતાની જાતે પોતાનું કામ કરીને સ્વાભિમાનભેર જીવન જીવતા થઈ શકે છે.
આ પણ વાંચો:હવે દિવ્યાંગ વ્યક્તિઓએ કચેરીઓના ધરમધક્કા ખાવા નહીં પડે