- સરકારના સ્કિલ ઇન્ડિયા અભિયાનને SSIP થકી વેગ મળશે
- સરકારે શરૂ કરેલી સ્ટુડન્ટ સ્ટાર્ટપ ઇનોવેશન પોલિસી (SSIP) વિદ્યાર્થીઓને બનાવશે આત્મનિર્ભર
- વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓને પ્રોત્સાહિત કરવા રાજ્યની 6 શૈક્ષણિક સંસ્થાઓ મળી તક
- SSIP માટે વિસનગર M. N.કોલેજને મળી મહત્તમ ગ્રાન્ટ
- ગુજરાત નોલેજ સોસાયટી દ્વારા 80 લાખ રૂપિયાની ફાળવણી કરાઈ
- SSIP પ્રોજેકટ અંતર્ગત અન્ય સંસ્થાના વિદ્યાર્થીઓને પણ મળશે આર્થિક મદદ
મહેસાણા: આજે 21મી સદી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ઇનોવેશનનો તબક્કો કહી શકાય છે ત્યારે સરકારના સ્કિલ ઇન્ડિયાના અભિયાનને આગળ ધપાવતા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિને બહાર લાવવા સરકાર દ્વારા વધુ એક પ્રોજેકટ સ્ટુડન્ટ સ્ટાર્ટપ ઇનોવેશન પોલિસી શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શૈક્ષણિક નગરી વિસનગરમાં આવેલી સરકારી M. N. કોલેજ સહિત રાજ્યની 6 શૈક્ષણિક સંસ્થાઓને SSIP પ્રોજેકટ માટે તક આપતા યોગ્ય ફંડની ફાળવણી કરવામાં આવી છે.
શિક્ષણ ક્ષેત્રે નેકએક્રીડેશનમાં પ્રથમ સ્થાને આવનારી શૈક્ષણિક નગરીમાં આવેલી સરકારી M. N. કોલેજને શિક્ષણ જગતમાં વધુ એક તક પ્રાપ્ત થઈ છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્કિલ ઇન્ડિયા સ્કીમને આગળ ધપાવતા સ્ટુડન્ટ સ્ટાર્ટપ ઇનોવેશન પોલિસી દ્વારા વધુ એક પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની જુદી જુદી સંસ્થા તરફથી મળેલી દરખાસ્ત પૈકી વિસનગરની સરકારી M. N. કોલેજ સહિત 6 શૈક્ષણિક સંસ્થાની પસંદગી કરવામાં આવી છે.