- વેરો ન ભરતા મહેસાણા નગરપાલિકાએ વધુ 13 દુકાનોને સીલ માર્યું
- મહેસાણામાં પાલિકાની ટીમે કાર્યવાહી શરૂ કરી
- કાર્યવાહી પહેલા 6 દુકાનદારોએ વેરો ભરી દીધો
મહેસાણા: મહેસાણા નગરપાલિકામાં બાકી મિલ્કતવેરા મામલે પાલિકાની ટીમ કામે લાગી છે, અને વધું 13 દુકાનો ને વેરો ન ભરતા તેને સીલ કરવામાં આવી છે. વેરા વસૂલાત કામગીરી સમયે જ 6 દુકાનદારોએ કાર્યવાહી થાય તે પહેલાં વેરો ભરી દીધો છે.
આ પણ વાંચો :મહેસાણા નગરપાલિકામાં ટર્મની અંતિમ સામાન્ય સભા યોજાઈ, સિટીબસનો નિર્ણય અધ્ધરતાલ
વેરો ન ભરતા મહેસાણા પાલિકાની દુકાન વિરુદ્ધ કાર્યવાહી
મહેસાણા નગરપાલિકાની ટીમે વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરતાં મહેસાણા ભાગ 1માં અનેક મિલકતોના બાકી વેરા મામલે નોટિસ અપાવી અને રીઢા બકીદારો સામે કડક પગલાં ભરતા મિલકતો સીલ કરવામાં આવી હતી જે બાદ હવે પાલિકાની ટિમ મહેસાણા ભાગ 2માં આવેલ મોઢેરા અને રાધનપુર રોડ સહિત માલગોડાઉન વિસ્તારમાં બાકી વેરા વસૂલાતની કામગીરીનો પ્રારંભ કરી 19 દુકાનદારો સામે બાકી વેરા મામલે લાલ આંખ કરતા 19 પૈકી 13 દુકાનો સીલ કરવામાં આવી છે જ્યારે 6 દુકાનદારોએ પાલિકાની કડક કાર્યવાહી થાય તે પહેલાં વેરો ભરપાઈ કરી દીધો છે