ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનના કારણે બંધ રહેલા નેચરલ પાર્ક હવે ખુલશે, સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો - Mehsana rushivan tirupati park reopen

મહેસાણા જિલ્લામાં આવેલા ઋષિવન અને તિરુવતી નેચરલ પાર્ક છેલ્લાં 7 મહિનાથી બંધ છે. બંન્ને ગાર્ડન અને મનોરંજનના સ્થળો બંધ રહેતાં 7 કરોડ જેટલું નુકસાન થયું છે. જોકે હવે સરકાર દ્વારા આ મનોરંજનના સ્થળો પર કેટલીક છૂટછાટ આપતાં સંચાલકોએ રાહત રાહતનો શ્વાસ લીધો છે.

લોકડાઉનથી બંધ નેચરલ પાર્ક પણ હવે ખુલશે, સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો
લોકડાઉનથી બંધ નેચરલ પાર્ક પણ હવે ખુલશે, સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો

By

Published : Oct 13, 2020, 3:13 PM IST

મહેસાણાઃ કોરોના વાઇરસની મહામારી સમયે લોકડાઉન લાગુ થયું હતું. જેને પગલે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યાં હતાં. જોકે સરકારે નિયમો અને સૂચનોના પાલન સાથે તબક્કાવાર અનલોકની જાહેરાત કરતાં હવે છેલ્લાં 7 માસથી બંધ રહેલા નેચરલ પાર્ક અને મનોરંજન સ્થળો ખુલી રહ્યાં છે.

મિટિંગ કરી સરકારની ગાઈડ લાઇન સમજાવાઈ હતી

મહેસાણા જિલ્લામાં આવેલા ભારતના એકમાત્ર મેન મેડ જંગલમાં આવેલા ઋષિવનની કે જ્યાં 300 હેકર જમીનમાં આ માનવ સર્જિત ભારતનો એક માત્ર જંગલ વિસ્તાર આવેલો છે. સાથે જ અહીં આવતા પર્યટકોને મનોરંજન માટે વિવિધ રાઈડ્સ અને કુદરતી માહોલ મળી રહે છે. ત્યારે છેલ્લાં 7 માસથી બંધ રહેલા પાર્કમાં અંદાજે 7 કરોડ જેટલું નુકસાન થયું છે.

મહેસાણામાં લોકડાઉનથી બંધ નેચરલ પાર્ક પણ હવે ખુલશે

હવે સરકારે મનોરંજન અને નેચરલ પાર્ક ખોલવાનું આયોજન કરતાં આ પાર્કના સંચાલક એવા ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલ દ્વારા પોતાના કર્મીઓ સાથે મિટિંગ કરી સરકારની ગાઈડ લાઇન સમજાવી હતી. દરેક પર્યટક સુરક્ષિત રીતે મુલાકાત કરે અને સ્વસ્થ રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યાં છે તો પાર્ક શરૂ કરવાની જાહેરાત સાથે ગુજરાતના અનેક પાર્ક સંચાલકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે.

પર્યટક સુરક્ષિત રીતે મુલાકાત કરે અને સ્વસ્થ રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યાં
મહત્વનું છે કે, લાબાં સમયથી મનોરંજન અને પ્રાકૃતિક સ્થળો બંધ રહેતાં અનેક લોકો પણ બહાર ફરવા જવા પ્લાન કરી રહ્યાં છે. ઓક્સિજન પાર્ક એવા નેચરલ પાર્ક ખુલતાં પર્યટકો માટે પણ ખુશીની લાગણી પ્રવર્તશે. પાર્ક એસોસિએશન થકી સરકારને રજૂઆત કરવામાં આવી છે કે, લાંબા સમયથી આવક બંધ હોવાથી લોન વ્યાજદર સહિતના અન્ય ખર્ચમાં સંચાલકોને સરકાર રાહત આપે તો ફરી એકવાર ગુજરાતના પર્યટક સ્થળો સ્વનિર્ભર બની શકે.

ABOUT THE AUTHOR

...view details