મહેસાણામાં આ વર્ષે 15 દિવસ અગાઉ ચોમાસુ શરૂ - મહેસાણા જિલ્લામાં પ્રિ-મોનસૂન
મહેસાણા જિલ્લામાં પ્રિ-મોનસૂનમાં જ વાવણી લાયક વરસાદ થયો છે. જેથી આ વખતની વાવણી 15 દિવસ પહેલાં પૂર્ણ થશે. મહેસાણામાં સામાન્ય રીતે 30 જૂનથી 15 જુલાઇની વચ્ચે થતો વરસાદ આ વખતે 15 જૂન સુધીમાં થઇ ગયો છે. જેનો ફાયદો શિયાળુ સીઝનમાં થશે.
મહેસાણામાં આ વર્ષે 15 દિવસ અગાઉ ચોમાસુ શરૂ
By
Published : Jun 18, 2020, 7:14 PM IST
મહેસાણાઃ જિલ્લામાં ચાલુ ચોમાસુ સીઝનમાં 4.63 લાખ હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ છે. તેની સામે પ્રથમ 2 અઠવાડિયામાં 15 હજાર હેક્ટર વાવેતર થઇ ચૂક્યું છે. જિલ્લામાં સામાન્ય રીતે 30 જૂનથી 15 જુલાઇ સુધીમાં સરેરાશ 3 ઈંચ સુધીનો વરસાદ થતો હોય છે. જે ચાલુ સાલે 15 જૂન સુધીના પ્રિ-મોનસૂનના સમયમાં જ થઇ ગયો છે. જેથી જિલ્લાના ખેડૂતોએ વરાપ નિકળતાં વાવણી કરવાની શરૂ કરી છે.
મહેસાણામાં આ વર્ષે 15 દિવસ અગાઉ ચોમાસુ શરૂ
મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં કપાસનું 9,000, ઘાસચારાનું 4,100, શાકભાજીનું 1,025 અને મગફળીનું 979 હેક્ટર મળી કુલ 15,122 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે, પરંતુ ગત 1 અઠવાડિયાથી વરસાદી માહોલના કારણે વાવેતરની બ્રેક લાગી છે.
જિલ્લામાં 15 જૂન સુધીમાં સરેરાશ 3 ઈંચથી વધુ વરસાદ થઇ ચૂક્યો છે. જે ચોમાસુ પાકોની વાવણી માટે યોગ્ય છે. ચાલુ વર્ષે પ્રિ-મોનસૂનમાં જ વાવણી લાયક વરસાદ થતાં, ખેડૂતોએ ગત 5 વર્ષ કરતાં વહેલી વાવણી શરૂ કરી દીધી છે.
મહેસાણામાં આ વર્ષે 15 દિવસ અગાઉ ચોમાસુ શરૂ
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, હવે વરાપ નીકળવાની રાહ જોવાઇ રહી છે. વરાપ નીકળતાની સાથે જ વાવેતર ઝડપી બનશે અને દર વર્ષ કરતાં 15 દિવસ પહેલાં વાવણી પૂર્ણ થશે. જેનો ફાયદો શિયાળુ સીઝનમાં પણ થશે.