ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેરાલુની ચોટીયા દૂધ મંડળીના મંત્રીની 19.51 લાખની ઉંચાપત આવી સામે

ચોટીયા દૂધ મંડળીમાં હિસાબ-કિતાબ મામલે ગોટાળાની જાણ થતા જિલ્લા રજિસ્ટર્ડના ઓડિટમાં કૌભાંડ સામે આવ્યું છે. જેની ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ખેરાલુ પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
ખેરાલુ પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

By

Published : Jun 1, 2021, 4:19 PM IST

  • દૂધ મંડળીમાં પોતાના નામના વાઉચર બનાવી લાખો રૂપિયા ઉપાડી લેતા કાર્યવાહી
  • જિલ્લા રજિસ્ટર્ડના ઓડિટમાં કૌભાંડ સામે આવ્યું
  • ખેરાલુ પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

મહેસાણા:જિલ્લામાં ગામે ગામ દૂધ ઉત્પાદનની ભારે માત્રામાં કામગીરી થઈ રહી છે. ત્યારે ખેરાલુ તાલુકાના ચોટીયા ગામે આવેલા ચોટીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ઓડિટ રિપોર્ટ તપાસવામાં આવતા જિલ્લા રજિસ્ટારના ઓડિટમાં મંડળીના મંત્રી રવિ જોશીએ મંડળીમાંથી પોતાના નામના વાઉચર બનાવી 19,51,723 રૂપિયા ઉપાડી લઈ પોતાના અંગત આર્થિક ફાયદા સારું ઉપયોગ કરેલા હોવાથી મંડળીના પ્રમુખ હરગોવનભાઈ પ્રજાપતિએ ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના દિયોદરની દૂધમંડળીમાં રૂ.1.50 લાખની ચોરી

મંડળીના મંત્રીએ પોતે કબૂલાત કરતા ફરિયાદ નોંધાઈ

ચોટીયા દૂધ મંડળીમાં હિસાબ-કિતાબ મામલે જિલ્લા રજિસ્ટર દ્વારા ઓડિટ કરવામાં આવતા ગોટાળા માલૂમ પડેલા હતા. જે જોતા મંડળીમાંથી લાખો રૂપિયા મંત્રીએ પોતાના નામના વાઉચર મૂકી ઉપાડી લઈ ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે મંત્રીને આ મામલે ખુલાસો પૂછતાં પોતે આ પૈસા ઉપાડી લીધા હોવાનું કબૂલાત કરતા મંડળીના પ્રમુખે જિલ્લા રજિસ્ટરના સૂચનથી ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ધાનેરની ફતેપુરા દૂધ મંડળી ફરી વિવાદમાં, પશુપાલકોએ રામધુન બોલાવી કર્યો અનોખો વિરોધ

ABOUT THE AUTHOR

...view details