- સગીરાનું અપહરણ કરી ફરાર થયેલો શખ્સ નોકરી શોધતા વિરમગામથી ઝડપાયો
- બાવલું પોલીસ મથકનો ફરાર આરોપી મેહુલ ઠાકોર ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ઝડપી લેવાયો
- પોલીસને અપહૃત સગીરા અને આરોપીને શોધી કાઢવામાં મળી સફળતા
- સગીર વયની સ્ત્રીને ભગાડી જનાર શખ્સ પોલીસના હાથે ઝડપાયો
મહેસાણાઃ જિલ્લામાં 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી ગુમ થનાર કે અપહરણ થનારા લોકોને શોધી કાઢવા ખાસ પ્રકારે સર્વેલન્સની મદદથી ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે મળેલી બાતમીના આધારે ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઇ મહેસાણા SOG અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા વિરમગામમાં કોઈ યુવક-યુવતી નોકરીની શોધમાં કરકથલ ગામે હોવાની જાણકારી સાથે તપાસ કરતા મેહુલ ઠાકોર અને તેની સાથે અપહરણ થયેલી સગીરા બન્ને મળી આવ્યા હતા.