ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાના યુવા ખેડૂતે વિદેશમાં કૃષિજ્ઞાન મેળવી સ્વદેશની ધરતી મહેકાવી - મહેસાણાનો યુવા ખેડૂત

મહેસાણા: કૃષિપ્રધાન ગણાતાં દેશમાં દિવસેને દિવસે ખેતી મહત્વ ઘટી રહ્યું છે. કારણ કે, આજનો ભણેલો ગણેલો વર્ગ ખેતીને અભણનું કાર્ય ગણે છે. ખેતી એટલે ગામડામાં રહેતા ગરીબ અને અભણ વ્યક્તિનું કામ. પરતું આ માનસિકતાને કેટલાંક યુવા અને શિક્ષિત ખેડૂતોએ ખોટી ઠેરવી છે. આજે આપણે એવા જ યુવા ખેડૂતની વાત કરવાના છે. જે વિદેશમાંથી કૃષિ અભ્યાસ કરીને સ્વદેશની ધરતીને મહેકાવી રહ્યો છે.

મહેસાણાના યુવા ખેડૂતે વિદેશમાં કૃષિજ્ઞાન મેળવી સ્વદેશની ધરતી મહેકાવી

By

Published : Nov 22, 2019, 10:51 PM IST

મહેસાણાના વિસનગર તાલુકામાં આવેલાં રંગાકુઈ ગામના રહેતા વિજય ચૌધરી જે 6 વર્ષ ઓસ્ટ્રેલિયામાં રહીને કૃષિ ક્ષેત્રે ટેક્નોલોજીથી વિદેશી ખેતીનું શિક્ષણ મેળવ્યું અને સ્વદેશ ફરી પિતાની લાકડી બન્યો. સામાન્ય રીતે લોકોનું વિદેશમાં અભ્યાસ કરીને ત્યાં જ સ્થાયી થવાનું સ્વપ્ન હોય છે. પરતું વિજયનું સપનું સામાન્ય યુવાન કરતાં અલગ હતું. તેણે સ્વદેશ ફરીને પિતાને ખેતીમાં મદદ કરવી હતી. લોકોને વૈજ્ઞાનિક ખેતીનું મહત્વ અને લાભ જણાવી વૈજ્ઞાનિક ખેતીથી થતાં ફાયદાથી અવગત કરવા હતા.

મહેસાણાના યુવા ખેડૂતે વિદેશમાં કૃષિજ્ઞાન મેળવી સ્વદેશની ધરતી મહેકાવી

બસ, આ સપનાને આંખોમાં લઈ તે મહેસાણા પરત ફર્યો અને પિતાની સાથે ખેતી કાર્ય અને પશુપાલનમાં જોડાયો. આજે તે પિતા સાથે રહીને ખેતી કામમાં મદદ કરી રહ્યો છે. સાથે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓછી મહેનતે સારી આવક પણ મેળવી રહ્યો છે. વિજય છેલ્લા 4 વર્ષથી પોતાના ગામમાં ખેતી કરી રહ્યો છે. પશુપાલનમાં વિદેશી યંત્રોનો ઉપયોગ દ્વારા તે ઓછા સમયમાં એક સાથે વધુ ગાયોને દોહવાનું કામ કરે છે. પશુના છાણ-મૂત્રમાં બનતા જૈવિક ખાતરને પોતાના ખેતરમાં વાવેલા પાકમાં ઉપયોગ કરે છે. આમ, વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરી તે પશુપાલન ક્ષેત્રે સારી એવી આવક મેળવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details