- ખેતીબેન્કની ચૂંટણીમાં હરીફ અને બિનહરીફ બેઠકો કરાઈ જાહેર
- મહેસાણામાં ભાજપના જ બે ઉમેદવારો વચ્ચે જામશે ટક્કર
- મહેસાણા ખેતીબેન્કની ચૂંટણીમાં ધીરેન ચૌધરી અને રામજી ચૌધરી વચ્ચે જંગ
મહેસાણા : રાજ્યમાં ખેતીબેન્ક (Khetibank) ની બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ખેતીબેન્ક (Khetibank) ની જિલ્લા મુજબની વિવિધ બેઠકો માટે ઉમેદવારી પાત્રો ભરાયા હતા. જેમાં ગત 26 જુલાઈ ફોર્મ પરત ખેંચાવની છેલ્લી તારીખના અંતે હરીફ અને બિન હરીફ બેઠકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 18 બેઠકો પૈકી 11 બેઠકો બિનહરીફ અને 7 બેઠકો પર હરીફ ઉમેદવારો હોવાથી તે તમામ 7 બેઠકો પર નિયમોનુસાર ચૂંટણી (election) યોજાશે.
આ પણ વાંચો: ક્ષેત્ર પંચાયતની મુખ્ય ચૂંટણીમાં ભાજપે 625થી વધુ બેઠકો પર મેળવ્યો વિજય
કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર
ખેતીબેન્ક એક સહકારી સંસ્થા (Cooperative Society) હોવાથી અનેક ખેડૂતો સાથે સહકારી સંસ્થા (Cooperative Society) નો વ્યવહાર અને લાભ જોડાયેલો રહે છે, ત્યારે આવી પ્રતિભાશાળી સંસ્થાની ગાદી પર બિરાજમાન થવા ઉમેદવારો પોતાનું કિસ્મત અજમાવતા હોય છે. આ વખતેની ખેતીબેન્કની કુલ 18 બેઠકો માટે ચૂંટણી જાહેર થતા ઉમેદવારી પત્રો ભરાયા હતા. જોકે ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની કાર્યવાહી બાદ મંગળવારે 18 બેઠકો પર કઈ બેઠક પર ચૂંટણી થશે અને કઈ બિનહરીફ થઈ છે તેની યાદી જાહેર કરાઈ છે. જેમાં 18 પૈકી 11 બેઠકો બિનહરીફ થતા 7 બેઠકો પર ચૂંટણી યોજાશે.
બિનહરીફ બેઠકો :-
કચ્છ, સાબરકાંઠા, વાડોદર, પંચમહાલ, ભરૂચ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, જામનગર, વલસાડ અને GSC બેન્ક